ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023માં ઉદ્યોગ ક્ષેત્રે કરાઇ મોટી જાહેરાતો - income tax slabs

વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં 2 લાખ કરોડનો ખર્ચે ઉદ્યોગ માટે ફાળવામાં આવ્યા છે. ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો ફાયદો થશે. આ સાથે આદિવાસી વિસ્તારમાં નવી જીઆઈડીસી તૈયાર થતા આસપાસના લોકોને સીધી રીતે રોજગારી મળી રહેશે.

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 ઉદ્યોગ ક્ષેત્રે મોટી જાહેરાતો
Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 ઉદ્યોગ ક્ષેત્રે મોટી જાહેરાતો

By

Published : Feb 24, 2023, 1:10 PM IST

ગુજરાતવિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કર્યું છે. સવારે 11.5 વાગ્યે ગુજરાત રાજ્યનું 2023નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 9:52 વાગ્યે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા હતા.જે બાદ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બેજટમાં ઉદ્યોગ ક્ષેત્રે મોટી જાહેરાતો મોટી જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોને ફાયદો થશે.

આ પણ વાંચો Gujarat Budget 2023: દિવ્યાંગોને એસટી બસમાં મફત સવારીની બજેટમાં જાહેરાત

ઉદ્યોગ ક્ષેત્રે જાહેરાતો:કનુભાઈ દેસાઈ બજેટમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે 2 લાખ કરોડનો ખર્ચે ઉદ્યોગ માટે ફાળવામાં આવશે.જેમાં તેમણે ભાર આપતા કહ્યું કે લોકોને આથીક રોજગાર માટે પણ આ ઉપયોગી બનશે.ઉદ્યોગ અને ખાણ વિભગાને 8589 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફયુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઊભી કરવામાં આવશે.

ઉદ્યોગોને પ્રોત્સાહન:છેલ્લાં 8 વર્ષમાં દેશમાં થયેલ આશરે 32 લાખ કરોડના વિદેશી મૂડી રોકાણ પૈકી 57% એટલે કે 18 લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયેલ છે. નીતિ આયોગના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્‍કિંગમા સમગ્ર દેશમાં ગુજરાત ટોપ એચીવર સ્ટેટમાં સ્થાન પામેલ છે. દેશની કુલ નિકાસમાં 33% હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 1580 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. MSME ઉદ્યોગો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આંતરમાળખાકિય સુવિધાઓ:મોટા ઔદ્યોગિક એકમોને રાજ્યમાં મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરવા 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આદિજાતિ વિસ્તારોમાં આઠ, એગ્રો પ્રોસેસીંગ માટે બે અને સી-ફૂડ પ્રોસેસીંગ માટે બે જી.આઇ.ડી.સી. વસાહતો સ્થાપવાનો નિર્ણય લેવાયેલ છે. આ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે રાજ્ય સરકારની સહાય પેટે 23 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે 470 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉદ્યોગોની લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવા, લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી પૂરી પાડવા તેમજ લોજીસ્ટીક ફેસીલીટી વિકસાવવા રફાળેશ્વર અને બેડી પોર્ટ પાસે ટર્મિનલ બનાવવા 237 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

લાભાર્થીઓને લાભ:રાજ્યમાં આવેલ ત્રણ સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR): ધોલેરા, માંડલ-બેચરાજી અને પી.સી.પી.આઇ.આર. દહેજમાં ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકિય સુવિધાઓ ઊભી કરવા 188 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે `100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. માઇક્રો અને સ્મોલ એન્‍ટરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વાજપાઇ બેન્‍કેબલ યોજના અન્વયે ૩૭ હજાર લાભાર્થીઓ માટે `237 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. માનવ કલ્યાણ યોજના અન્વયે 27 ટ્રેડ માટે અંદાજે 35 હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

આ પણ વાંચો Gujarat Budget Update : શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 43651 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટ 2022ની ઉદ્યોગ જાહેરાત :ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7030 કરોડની જોગવાઇ વર્ષ 2022-23ના અંદાજપત્રમાંકરવામાં આવી હતી. વાંસી-બોરસી, જિલ્લો નવસારી ખાતે કેન્‍દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ રોજગારીના વિપુલ અવસરો ઊભા કરવા અદ્યતન સુવિધા ધરાવતા ટેક્ષટાઈલ પાર્કની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્ષટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન પૈકીના ખાસ ક્ષેત્રોને મજબૂત કરવા માટે 1450 કરોડ રૂપિયા જોગવાઈ કરવામાં આવી હતી. એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને સ્પર્ધાત્મકતા વધારવા માટે સ્કીમ ફોર ફાયનાન્‍સિયલ આસિસ્ટન્‍સ ટુ ઈન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ સહાય આપવા 1360 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details