વલસાડ :છીપવાડ દાણા બજાર વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ છે. ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચ્યા છે. આગમાં કોઈ જાનહાની બની નથી. પસ્તી અને પૂંઠા ભરેલ દુકાનમાં લાગી આગ છે. આસપાસના રહીશોને જીવ તાળવે ચોંટ્યા છે.
વલસાડના છીપવાડ દાણા બજાર વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી
21:45 November 07
આસપાસના રહીશોને જીવ તાળવે ચોંટ્યા
20:16 November 07
પોલિસ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરાઈ
ખેડા :નડીયાદ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના આરોપીઓને નડીયાદ શહેર પોલિસ અને એલસીબીએ ઝડપી પાડી છે. આંતરરાજ્ય ગેંગના ચાર રીઢા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. મુખ્ય આરોપી નવઘણ તળપદા સહીત લાલ તળપદા, બ્રિજેશ ઉર્ફે સોની પંચાલ અને મિતેશ તળપદાની ધરપકડ કરી છે. સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂપિયા 18 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ દ્વારા નડીયાદ, ચકલાસી, વસો, કપડવંજ, ગાંધીનગર તેમજ મહારાષ્ટ્ર અને બેંગ્લોર સહિત વિવિધ સ્થળોએ ગુના આચર્યા છે. પોલિસ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે.
19:17 November 07
એક આરોપીને ઝડપ્યા બાદ અન્ય 2 ઝડપાયા
નવસારી :ચીખલી પોલીસે 2 ખંડણીખોરને ઝડપી પાડ્યા છે. 15 લાખ રૂપિયાની ખંડણી માંગતા સગીર સહિત બે આરોપી ઝડપાયા છે. સીમકાર્ડ ચોરી ખંડણી માટે ફોન કરતા પોલીસે ટ્રેસ કર્યા હતા. પોલીસે છટકું ગોઠવી ખેતરમાં પૈસા લેવા આવતા ઝડપી પાડયા છે. એક આરોપીને ઝડપ્યા બાદ અન્ય 2 ઝડપાયા છે.
18:27 November 07
આરોપીને ઝડપ્યા બાદ પોલીસે વધુ બે આરોપી સુધી પહોંચવામાં સરળતા રહી
નવસારી :નવસારીના ચીખલી તાલુકાની ઘટના સામે આવી છે. 15 લાખ રૂપિયાની ખંડળી માંગતા એક સગીર સહિત બે આરોપી ઝડપાયા છે. પૈસાદાર એન.આર.આઈ પાસે દીકરાને જોઈ લેવાની ફોન પર ધમકી આપી 15 લાખ રૂપિયા માંગ્યા હતા. આરોપીએ સીમકાર્ડ ચોરી ખંડણી માટે ફોન કરી 15 લાખ રૂપિયા માંગ્યા છે. પોલીસે આરોપીને પકડવા માટે છટકું ગોઠવી ખેતરમાં પૈસા લેવા આવતા આરોપીને ઝડપી પાડ્યો છે. એક આરોપીને ઝડપ્યા બાદ પોલીસે વધુ બે આરોપી સુધી પહોંચવામાં સરળતા રહી છે.
17:44 November 07
3 નામ માંથી એક નામ ફાઈનલ થશે
ગાંધીનગર : ભાજપ કેન્દ્રીય મહુડી મંડળ હવે ઉમેદવાર નક્કી કરશે. સી.આર.પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી જશે. આવતીકાલે બંને નેતાઓ દિલ્હીમાં બેઠક કરશે. પ્રથમ તબક્કાની બેઠકોના મતદારોના નામ નક્કી કરવા બેઠક મળશે. બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ, સીએમ ભુપેન્દ્ર પટેલ ચર્ચા કરશે. 3 નામ માંથી એક નામ ફાઈનલ થશે.
17:01 November 07
આપ પાર્ટી પોતાના મુદ્દાઓથી ભટકી રહી
આપ પાર્ટીના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવાએ રાજીનામું આપ્યું છે. આપ પાર્ટી પર કર્યા ગંભીર આક્ષેપો કર્યા હતા. આપ પાર્ટી દ્વારા પૈસા ન જોરે ટીકીટની વહેંચણી કરવામાં આવે છે. બે દિવસ પહેલા પાર્ટી જોઈન કરનારને ટીકીટ આપી છે. આદીવાસી સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આપ પ્રદેશ સુધી રજૂઆત કરી પણ સાંભળી ન હતી. હાલ મેં રાજીનામું આપ્યું છે આગામી દિવસો બીજા ઘણાં લોકો પણ રાજુનામાં આપશે. આદિવાસી વિસ્તારમાં આની ખુબજ અસર પડશે. આપ પાર્ટી પોતાના મુદ્દાઓથી ભટકી રહી છે.
16:55 November 07
જિલ્લા પ્રમુખ હિતેશ ઠાકોરની આગેવાનીમાં બેઠક મળી
જેતપુર :ઠાકોર સેનાની બેઠક મળી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશ ઠાકોરની આગેવાનીમાં બેઠક મળી હતી. બેઠકમાં વિધાનસભાની સાત બેઠક કે જ્યાં કોળી મતદારો વધુ છે તેના ઉપર ભાજપ પાસે ટીકીટની કરી માંગ અંગેની ચર્ચા કરાઈ છે.
16:48 November 07
સોસાયટીના રહીશો દ્વારા તમામ પક્ષોનો વિરોધ કરવામાં આવ્યો
સુરત : ઉધના વિસ્તારમાં સોસાટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. વિજયાનગર સોસાયટીના ગેટ પર વિરોધના બેનરો લગાવવામાં આવ્યા છે. વિજયાનગર સોસાયટીમાં વોટ માંગવા નહિ આવવાના બેનરો લાગ્યા છે. ધારાસભ્ય દ્વારા કોઈ કામ ન કર્યા હોવાના આક્ષેપો લાગ્યા છે. સોસાયટીના રહીશો દ્વારા તમામ પક્ષોનો વિરોધ કરવામાં આવ્યો છે.
16:45 November 07
હરાજીમાં 20 કિલોના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા
રાજકોટ :ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ છે. સિઝન સૌપ્રથમ મરચાની આવક નોંધાઈ છે. સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ છે. હરાજીમાં 20 કિલોના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા છે.
16:30 November 07
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ મીટીંગથી દૂર રખાયાં
વાઘોડિયા વિધાનસભાને લઈને કેન્દ્રીય મંત્રી રૂપાલાએ યોજી ગુપ્ત મીટીંગ. સેન્સ પ્રક્રિયામાં 27 ઉમેદવારોની યાદી. વડોદરા પાસેના સાંકરદા ખાતે ફામૅ હાઉસમાં મીટીંગ. શનીવારે ગાંધીનગર ખાતે યોજાયેલમાં પાલૉમેન્ટરી બોડૅની બેઠકમાં ઉમેદવારની પસંદગીમાં સર્વ સંમતિ સંધાઈ ન હતી. વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારો નકકી કરવા માટે ભારતીય જનતા પાર્ટી અવઢવમાં. હાલનાં ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને આ મીટીંગથી દૂર રખાયાં.
15:49 November 07
મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
પાટણ :પાટણ બેઠક માટે ટિકિટને લઈને ભાજપનું રાજકારણ ગરમાયું છે. ટીકીટ માટે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન પાટણમાં યોજાયું હતું. પાટણ બેઠક પર 80 હજારથી વધુ મતો ઠાકોર સમાજના છે. પાટણ બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને ટીકીટ આપવાની માંગ સાથે શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ભાજપના આગેવાનોજ ટીકીટની માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે. ઠાકોર સમાજે પાટણ બેઠક માટે ઉમેદવાર તરિકે મંગાજી ઠાકોરને જાહેર કર્યા હતા. ભાજપ ટીકીટ આપે કે ન આપે મંગાજી ઠાકોર ચૂંટણી લડશે. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
13:57 November 07
અમદાવાદઃ BTP અને જેડીયું વચ્ચે થયું ગઠબંધન, છોટું વસાવાનું નિવેદન, અમે જૂના મિત્રો
અમદાવાદઃ BTP અને જેડીયું વચ્ચે થયું ગઠબંધન, છોટું વસાવાનું નિવેદન, અમે જૂના મિત્રો
- બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર હેતું આવશે
- છોટું વસાવાએ કહ્યું નીતીશકુમાર મારા જૂના મિત્ર છે
- ગુજરાતમાં વધુ એક રાજકીય પાર્ટી આવશે, ચૂંટણી પ્રચાર થશે.
- ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં મોટો વળાંક
- કેજરીવાલ બાદ ગુજરાત માં થશે નીતીશકુમારની એન્ટ્રી
- BTP અને જેડીયું વચ્ચે થયું ગઠબંધન
- બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની થઈ મુલાકાત
- જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કરતા છોટુભાઈ વસાવા
- જેડીયુના મદદ થી અમે ચૂંટણી લડીશું
- ગુજરાતમાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે..છોટુભાઈ વસાવા
- જનતાદલ અમારા જુના સાથી છે.અને જૂના સાથી સાથે મળી ને અમે ચૂંટણી લડીશું
- આજે જેડીયું સાથે બેઠક છે..બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું..છોટુભાઈ
13:17 November 07
ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ લડશે ચૂંટણી
ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ લડશે ચૂંટણી
- દરેક સમાજને સાથે લઈને ચાલનારો માણસ છું
- હું કોઈ પણ પક્ષનો માણસ નથી : કવિરાજ
- ગામનું સારૂં થાય તે માટે લડવાનો કર્યો નિર્ણય : કવિરાજ
- સ્થાનિક લોકોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીશ : કવિરાજ
- ચૂંટણી લડવા માટે કોઈનો સંપર્ક કર્યો નથી : કવિરાજ
12:37 November 07
ગાંધીનગરઃCM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જશે દિલ્હી
ગાંધીનગરઃCM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જશે દિલ્હી
- CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જશે દિલ્હી
- કેન્દ્રિય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક માટે જશે દિલ્હી
- બેઠકમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ રહેશે હાજર
- ઉમેદવારોના નામ અંગે થઈ શકે છે મંથન
12:08 November 07
AAPની 12 ઉમેદવારોની 11મી યાદી જાહેર, અલ્પેશ કથીરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ
આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોની 11મી યાદી જાહેર
- પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ
- કાંકરેજ બેઠક પર મુકેશ ઠક્કરને ઉમેદવાર તરીકે જાહેર કરાયા
- બોટાદમાં ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ આપી ટિકિટ
- મોડાસા બેઠક પર રાજેન્દ્રસિહ પરમાર ઉમેદવાર તરીકે જાહેર
11:56 November 07
અમદાવાદઃ મોરબી પૂલ તૂટવાના કાંડમાં સુઓ મોટો હાઈકોર્ટમાં દાખલ
અમદાવાદઃ મોરબી પૂલ તૂટવાના કાંડમાં સુઓ મોટો હાઈકોર્ટમાં દાખલ
- મોરબી પૂલ તૂટવાના કાંડમાં સુઓ મોટો હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ કેસની વધુ સનાવણી તારીખ 14 નવેમ્બરના રોજ થશે
- સંબંધીત વિભાગને નોટિસ પાઠવીને રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ
- ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા
- એક અઠવાડિયા બાદ સમગ્ર ઘટનાનો રીપોર્ટ આપવા આદેશ
11:17 November 07
ગાંધીનગરઃ આ ગુજરાત મેં બનાવ્યું છે ના સૂત્ર-નારા સાથે ભાજપ કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરઃ આ ગુજરાત મેં બનાવ્યું છે ના સૂત્ર-નારા સાથે ભાજપ કરશે ચૂંટણી પ્રચાર
- ભાજપ લોન્ચ કરશે ચૂંટણી લક્ષી નવું અભિયાન
- આ ગુજરાત મેં બનાવ્યું છે ના સૂત્ર અને નારા સાથે ભાજપ કરશે ચૂંટણી પ્રચાર
- પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ માં હસ્તે થશે અભિયાન ની શરૂઆત
- ગઈ કાલે પીએમ મોદીએ વલસાડ ચૂંટણી પ્રચારમા લોકોને સંબોઘતા આ નવો નારો આપ્યો
- પીએમ મોદીએ લોકોને ”આ ગુજરાત મેં બનાવ્યું છે” નો નવો નારો આપ્યો
- ગઈ કાલે પીએમ મોદીએ કહ્યું હતું કે પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે....
- પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરીને લોહી- પસીનો એક કરીને ગુજરાત બનાવ્યું છે...
- એટલે આજે પૂરી દુનિયામાં એક જ સંદેશો છે. આ ગુજરાત મે બનાવ્યું છે...
11:06 November 07
નવી દિલ્હીઃ યથાવત રહેશે EWS અનામત,સુપ્રીમ કોર્ટે કરી મોટી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ યથાવત રહેશે EWS અનામત,સુપ્રીમ કોર્ટે કરી મોટી સ્પષ્ટતા
- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી સ્પષ્ટતા
- ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા ત્રવેદી, જસ્ટિસ પારડીવાલાએ કહ્યું, આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય
- પાંચમાંથી ચાર જજોએ આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું
10:22 November 07
સુરત બ્રેકિંગ: કેસ કાંડ પ્રકરણમાં મોટો ખુલાસો...
- દિલ્હીથી અમદવાદમાં કરોડો રૂપિયાનો ટ્રાનજેક્ષન
- અમદાવાદના છગન જયંતિ (સી જે) આંગડિયાનો માલિક
- 108 એન્ટ્રી દિલ્હીથી અમદાવાદ આવેલી
- 8 કરોડ જુદા જુદા જિલ્લામાં ગયેલા, જેમાંથી 41 લાખ બારડોલી આવેલા
- વિનોદ બારડોલીના મહેન્દ્ર સોમાંનો માલિક
- 41 લાખ આવેલા અને સૌરવ પરાસરે મેળવી આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીને આપવા જઈ રહ્યો હતો ત્યારે લુંટ થઈ
- બારડોલી ના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના ત્યાં 41 લાખ આવ્યા હતા
- ઉમેદવાર પોતાનો ડ્રાઈવર બતાવી રહ્યો હતો તે આપનો કાર્યકર
- ડ્રાઈવર સૌરવ પરસરની તસ્વીર પંજાબ ના મુખ્ય પ્રધાન સાથે આવી સામે
- સોરવ આપનો સક્રિય કાર્યકર્તા
08:59 November 07
વિધાનસભા ચૂંટણીઃ આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે 11મું ઉમેદવારનું લીસ્ટ
વિધાનસભા ચૂંટણીઃ આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે 11 મુ ઉમેદવાર લીસ્ટ
- આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે વધુ એક ઉમેદવાર લીસ્ટ.
- આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે 11 મુ ઉમેદવાર લીસ્ટ.
- આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરીયા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારી લીસ્ટ જાહેર કરશે.
- આમ આદમી પાર્ટી સુરત થી સવારે 11:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારી લીસ્ટ જાહેર કરશે.
07:01 November 07
અમદાવાદઃ BTP અને JDUને લઈને છોટું વસાવાનું નિવેદન, અમે જૂના મિત્રો વધુ એક પાર્ટી ગુજરાતમાં
રાજ્ય ચૂંટણી કમિશનરની મોટી સ્પષ્ટતા, ગુરૂનાનક જયંતિના દિવસે ફોર્મ સ્વીકારાશે
- કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતના અધિકારીની મોટી ચોખવટ,
- નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અનુસાર રજાની વ્યાખ્યામાં ન આવતી હોય આ દિવસે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર સ્વીકારાશે
- તારીખ 8 ના રોજ ગુરૂ નાનક જંયતી છે.
- તારીખ 5 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી ચાલશે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા