ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Board Exam 2022: અમદાવાદમાં ધોરણ 10 અને 12ના 1,73,142 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી

રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ(Gujarat Board Exam 2022 ) થઈ છે. ધોરણ 10 અને 12ના 15 લાખ જેટલા વિદ્યાર્થીઓને ભવિષ્યની પરીક્ષા યોજાઈ છે. અમદાવાદમાં પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી અને મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતાં.

Gujarat Board Exam 2022: અમદાવાદમાં ધોરણ 10 અને 12ના 1,73,142 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી
Gujarat Board Exam 2022: અમદાવાદમાં ધોરણ 10 અને 12ના 1,73,142 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી

By

Published : Mar 28, 2022, 6:58 PM IST

અમદાવાદઃ આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાશરૂ (Gujarat Board Exam 2022 )થઈ છે. ત્યારે કોરોનાના બે વર્ષ બાદ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જ્યારે પરીક્ષામાં (SSC Exam 2022)ધોરણ 10 માટે 9 લાખ 64 હજારથી વધુ અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહ માટે 4 લાખ 65 હજારથી વધુ અને વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 8 હજારથી વધુ એમ કુલ મળીને 15 લાખ જેટલા વિદ્યાર્થીઓને ભવિષ્યની પરીક્ષાયોજાઈ રહી છે. ત્યારે પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી અને મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા

શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પુરી -જ્યારે વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ (HSC Exam 2022)પરીક્ષા થઈ જાય છે. પોતાના સંતાનને પરીક્ષામાં કોઈ તકલીફ ન થાય તેની ચિંતા વચ્ચે સતત પરીક્ષા કેન્દ્રોની બહાર ખડે પગે રહેતા હોય છે. ધોરણ 10 માટે 10થી 1 વાગ્યા સુધીનો સમય છે અને ધોરણ 12 માટે 3 થી 6 સુધી પરીક્ષા યોજાશે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પુરી થાય તે રીતે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃGujarat Board Exam 2022: ધોરણ 10નું પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી

બે વર્ષ બાદ પરીક્ષા યોજાઈ -ત્યારે વિદ્યાર્થી સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોનામાં અમને અભ્યાસમાં ખૂબ જ તકલીફ પડી છે. ત્યારે આગળના ધોરણનું અમને બરોબર રીતે અભ્યાસ કરવા નથી મળ્યો એટલે અમારો પાયો કાચો રહ્યો છે. ત્યારે કોઈ પણ વિદ્યાર્થીએ ગભરાવવાની જરૂર નથી વિદ્યાર્થીઓએ સમયનો વેડફાટ ન કરવો જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓએ શાંત મગજ રાખીને પેપર લખવું જોઈએ, આ ઉપરાંત આ બે વર્ષ બાદ પરીક્ષા યોજાઈ રહી છે તો એક ચિંતા પણ જોવા મળી છે.

સેન્ટરો પર CCTV દ્વારા મોનીટરીંગ -અમદાવાદમાં એ.જી.હાઈસ્કૂલ ખાતે DEO દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓને કોઈ ટેન્શન વગર પરીક્ષા આપવા માટે DEO દ્વારા કેહવામ આવ્યું છે. જ્યારે તમામ સેન્ટરો પર CCTV દ્વારા મોનીટરીંગ કરવમાં આવશે તેમજ સુપરવાઇઝરની ટિમ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃHSC Exam 2022 : કોરોનામાં સર્વસ્વ ગુમાવ્યું છતાં મક્કમતાથી પરીક્ષા આપી નવસારીનો વિદ્યાર્થી બન્યો પ્રેરણારૂપ

ABOUT THE AUTHOR

...view details