અમદાવાદ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભાના સભ્યપદ રદ થયું છે. તે મુદ્દે પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એકટમાં એવી જોગવાઇ છે કે, જો સાંસદ કે ધારાસભ્ય દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુ સજા મળે તો તેની સદસ્યતા તરત જતી રહે છે. એમ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયાએ જણાવ્યું હતું.
ઓબીસી સમાજની જાતિને ટાર્ગેટ કરી હતી : ગોરઘનભાઇ ઝડફીયાએ જણાવ્યું હતું કે, સુરતની નામદાર કોર્ટે કોગ્રેસના નેતા રાહુલ ગાંઘીને સજા ફટકારી છે તે ભારતના પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એકટ અંતર્ગત સભ્ય પદ રદ થયુ છે. રાહુલ ગાંઘીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઓબીસી સમાજની જાતીને ટાર્ગેટ કરીને સમાજના લોકોની લાગણી દુભાવી હતી. રાહુલ ગાંઘીના આવા નિવેદન પહેલી વખત નથી આવ્યા. રાહુલ ગાંઘી પર તેમની ભાષાને કારણે દેશમાં અનેક જગ્યાએ કેસો થયેલા છે, આ પહેલો કેસ નથી.
આ પણ વાંચો Rahul Gandhi convicted: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, વકીલની વાત અને ટ્વીટનો પ્રહાર
મોતના સોદાગર અને નીચ જાતિના કહ્યા હતાં : કોંગ્રેસના નેતાઓએ અગાઉ પણ દેશના વડાપ્રધાન માટે ક્યારેક મોતનો સોદાગર, નીચ જાતિ જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. દેશની ન્યાયપાલિકા તથ્યોને આધારે ચૂકાદો સંભળાવે છે. પરંતુ કોંગ્રેસે આખા દેશમાં ઉત્પાત મચાવ્યો છે. સામાન્ય રીતે નામદાર કોર્ટના ચૂકાદા વિરુદ્ધ ટીપ્પણી કરવી એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણાય છે. કોંગ્રેસ પાર્ટી ન્યાય પાર્ટીના ચૂકાદા વિરુદ્ધ ટીપ્પણી કરી રહી છે. રાહુલ ગાંઘીના કેસમાં તથ્યના આધારે બંને પક્ષે દલીલો કરી હતી. ગાંઘી પરિવાર દેશમાં વ્યવહાર કરે છે કે જાણે તેમના માટે દેશમાં અલગ આઇપીસી બને.
કાયદો બધા માટે સરખો છે : ઝડફીયાએ વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંઘીના કેસમાં કોર્ટે આપેલા ચૂકાદાએ સાબિત કર્યુ કે નાનામાં નાની વ્યકિત હોય કે મોટો નેતા દરેક વ્યકિત કાયદા સામે સરખા છે. કોંગ્રેસના લોકો ચૂકાદા વિરુદ્ધ ન માત્ર દેશમાં પરંતુ દેશ બહાર પણ શબ્દોનો યોગ્ય પ્રયોગ નથી કરતા. કોંગ્રેસ માને છે કે તેમની તરફેણમાં ચૂકાદો આવે તો ન્યાયપાલિકા તટસ્થ છે,ચૂંટણીમાં જીતે તો ઇવીએમ બરાબર છે, જયારે કોઇ સમાજની લાગણી દુભાવે કોઇ સામે પડકાર ફેંકે તો વાણીસ્વાતંત્રતા નથી તેવા બેવડા ધોરણ અપનાવે છે તેના કારણે દેશની જનતા તેમને સ્વીકારતી નથી.
આ પણ વાંચો Vadodara News : રાહુલ ગાંધીને રાજનૈતિક ષડયંત્રમાં ફસાવ્યાં હોવાનો ભરતસિંહ સોલંકીનો આક્ષેપ
રાહુલ ગાંધીને સાચી સલાહ કેમ કોઈએ ન આપી? : પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એકટમાં એવી જોગવાઇ છે કે, જો સાંસદ કે ધારાસભ્ય દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુ સજા મળે તો તેની સદસ્યતા તરત જતી રહે છે. કોંગ્રેસ પાસે સારા વકીલો હતા તો કોઇએ કેમ રાહુલ ગાંઘીને સાચી સલાહ ન આપી? રાહુલ ગાંઘીએ બ્રિટનમાં ભાષણ કર્યુ છે કે દેશમાં લોકશાહી નથી, ન્યાયપાલિકા સ્વતંત્ર નથી, ચૂંટણી પંચ પક્ષપાતી છે, વાણી સ્વતંત્રતા નથી. આજે ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ઉભરતી વૈશ્વિક કક્ષાની તાકાત બની રહ્યુ છે. આ સમયે ભારતને બદનામ કરવું અને સંસદમાં જવાબ આપતા નથી.
કોંગ્રેસ દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ ન કરે : રાહુલ ગાંઘી ઉપલી કોર્ટમાં જઇ શકે છે. કોંગ્રેસના નેતાઓને વિનંતી છે કે દેશમાં અશાંતિ ફેલાવાનો પ્રયાસ ન કરે. દરેક વ્યકિત બંધારણના નિયમને પાળવા બંધાયેલો છે. ન્યાય પાલિકાનો ચૂકાદો જો કોંગ્રેસને મંજૂર ન હોય તો ઉપલી કોર્ટમાં જઇ શકે છે. કોર્ટે આપેલા ચૂકાદાની ટીપ્પણી કરી કોર્ટની અવગણના કોંગ્રેસ ન કરે. રાહુલ ગાંઘી સિવાય પહેલા ઘણા નેતાની સંસદ સદસ્યતા રદ થઇ ચુકી છે.
ન્યાયપાલિકાનું સમ્માન કરતાં શીખો : દેશનો દરેક વ્યકિત બંધારણ નિયમને પાળવા બંધાયેલો છે. ભાજપ કે સરકારને દોષ આપવાથી રાહુલ ગાંઘી નહી બચી શકે. રાહુલ ગાંઘીના કેસમાં ભાજપ સપષ્ટ માને છે કે કોર્ટે જે નિર્ણય કર્યો છે તે તથ્યોને આધારે કર્યો છે, બંને પાસા તપાસીને નિર્ણય કર્યો છે. ન્યાય પાલિકાના નિર્ણયનુ સન્માન કરવું તે દેશના દરેક નાગરીકની ફરજ છે તે કોંગ્રેસ ચુકી છે. કોર્ટના નિર્ણયથી અસંતોષ હોઇ શકે પરંતુ ટીકા ન થઇ શકે. ભાજપ માને છે કે વ્યકિતથી ઉપર બંધારણ છે, કાયદો દરેક માટે સરખો છે. રાહુલ ગાંઘી જયારે દેશને રિપ્રેઝેન્ટ કરે ત્યારે ભાષા પર સંયમ રાખતા નથી તેનુ આ પરિણામ છે.