અમદાવાદઃ ગુજરાત સ્થિત વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ લિમિટેડએ (IPO of Venus Pipes )તેના સૌ પ્રથમપબ્લિક ઑફર માટે પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂપિયા 310થી રૂપિયા 326નો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કરી છે. કંપનીનું પ્રારંભિક જાહેર ભરણું સબસ્ક્રિપ્શન માટે બુધવારે 11 મે, 2022ના રોજ ખુલશે અને શુક્રવારે 13 મે, 2022ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 46 શેરો માટે અને ત્યારબાદ 46 ઇક્વિટી શેરોના(Venus Pipes Share Price)ગુણાંકમાં બીડ કરી શકે છે.
વિનસ પાઈપ્સનો પ્રથમ આઈપીઓ છે -IPO મારફતે 50,74,100 ઇક્વિટી શેરની સંખ્યા સુધી નવા ઇક્વિટી શેર ઇશ્યુ કરવામાં આવશે. વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ લિમિટેડ ઝડપથી ઉભરી રહલી સ્ટેઇનલેસ-સ્ટીલ પાઇપ્સ અને ટ્યૂબ ઉત્પાદક કંપની છે અને સિમલેસ ટ્યૂબ્સ, પાઇપ્સ અને વેલ્ડેડ ટ્યૂબ્સ,પાઇપ્સ નામની બે વિશાળ શ્રેણીઓમાં સ્ટેઇનલેસ સ્ટીલ ટ્યૂબ્સ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં છથી વધારે વર્ષનો અનુભવ ધરાવતી દેશની અગ્રણી નિકાસકાર કંપની છે. કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે 20થી વધારે દેશોમાં તેની વિશાળ શ્રેણીમાં પ્રોડક્ટ પૂરી પાડવાનું ગર્વ ધરાવે છે.
આ પણ વાંચોઃરોકાણકારો આનંદો, LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા થયો સબ્સ્ક્રાઈબ
અનેક સેકટરની કંપનીઓને પ્રોડક્ટ પુરી પાડે છે -કંપની કેમિકલ્સ, એન્જિનિયરિંગ, ખાતર, દવા ઉદ્યોગ, ઉર્જા, ફૂડ પ્રોસેસિંગ, કાગળ અને ઓઇલ તથા ગેસ સહિત વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીઓ માટે તેની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે. કંપની એક ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે જે કંડલા અને મુંદ્રા બંદરોથી અનુક્રમે આશરે 55 કિલોમીટર અને 75 કિલોમીટરના નજીકના અંતરે વ્યૂહાત્મક રીતે ભૂજ-ભચાઉ હાઇવે, ધનેતી (કચ્છ, ગુજરાત) ખાતે સ્થિત છે.
કંપનીનું ઉત્પાદન -વિનસ પાઈપ્સના એમડી અરૂણ કોઠારીએ જણાવ્યું હતું કે પ્લાન્ટના વિશિષ્ટ સ્થાનને કારણે કંપનીને કાચી માલસામગ્રીની ખરીદી પર તેની હેરફેરનો ખર્ચ ઘટાડવામાં અને ઉત્પાદનોની આયાત અને નિકાસમાં મદદ મળે છે. ઉત્પાદન પ્લાન્ટ ટ્યૂબ મિલ્સ, પિલ્ગર મિલ્સ, ડ્રો બેન્ચિસ, સ્વેગિંગ મશીન, પાઇપ સ્ટ્રેઇટનિંગ મશીન, TIG/MIG વેલ્ડિંગ મશીન, પ્લાઝમા વેલ્ડિંગ મશીન વગેરે સહિત અત્યાધૂનિક પ્રોડક્ટ-વિશિષ્ટ ઉપકરણો સાથે અલગ સિમલેસ અને વેલ્ડેડ વિભાગો ધરાવે છે.
આ પણ વાંચોઃShare Market India: શેરબજાર માટે દિવસ રહ્યો 'અમંગળ', LIC IPOમાં રોકાણ કર્યું હોય તો જાણી લો કામની વાત
કંપનીના પરિણામો -31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થતા નાણાકીય વર્ષ માટે કંપનીના બિઝનેસમાંથી રૂપિયા236.32 મિલિયનના ચોખ્ખા નફા સાથે રૂપિયા3,093.31 મિલિયનની આવક પ્રાપ્ત થઇ હતી. 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતાં નવ મહિનાઓ માટે રૂપિયા 235.95 મિલિયનના ચોખ્ખા નફા સાથે બિઝનેસમાંથી રૂપિયા 2,767.69 મિલિયનની આવક પ્રાપ્ત થઇ હતી.