ગુજરાત હાઇકોર્ટ બાર. એસોસિએશન સાથે સંકળાયેલા વકીલ કામકાજથી અળગા રહ્યાં - ગુજરાત હાઈકૉર્ટ સમાચાર
ગુજરાત હાઇકોર્ટમાં જજોની ખાલી જગ્યા માટે હાઇકોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણને રાજ્ય સરકારે આગળ ન મોકલતા મુદ્દે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. એસોસિએશનના નિર્ણયને ટેકો આપતા મોટી સંખ્યામાં વકીલો કામથી અળગા રહ્યા હતા.
strike
ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન પ્રમુખ યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા આ વર્ષે મે મહિનામાં 15 એડવોકેટ અને 5 જુડીશિયલ ઓફિસરની હાઇકોર્ટના જજ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી હતી. જે અનુસંધાને રાજ્ય સરકારે માત્ર 5 જ્યુડિશિયલ ઓફિસર મુદ્દે અભિપ્રાય આપ્યો હતો. હાઇકોર્ટ ની કોલેજીયન દ્વારા કરવામાં આવેલી ભલામણને યોગ્ય માની સુપ્રિમમે નિર્ણય લેવાની જરૂર હોવાની માંગ સાથે હડતાળ પાડી હતી.
Last Updated : Oct 12, 2019, 1:31 AM IST