ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત ATSને મોટી સફળતા, અક્ષરધામ હુમલાના આતંકીની જમ્મુ-કાશ્મીરથી ધરપકડ - અક્ષરધામ મંદિર

અમદાવાદ: વર્ષ 2002માં ગાંધીનગરના અક્ષરધામ પર થયેલા હુમલાના મુખ્ય સુત્રધાર મોહમદ યાસીન ગુલામ બટ્ટની ગુજરાત ATSએ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાંથી ધરપકડ કરી છે. હુમલા બાદ આંતકી પાકિસ્તાનમાં છુપાયો હતો અને ગુજરાતમાં હથિયાર ઘુસાડ્યા હતા. ગુજરાત ATSએ આરોપીની કાશ્મીરના અનંતનાગમાંથી ધરપકડ કરી છે. જેને પ્લેન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો છે.

terrorist of akshardham attack

By

Published : Jul 26, 2019, 6:57 PM IST

Updated : Jul 26, 2019, 7:32 PM IST

ઉલ્લેખનીય છે કે, 25 સપ્ટેમ્બર 2002 સાંજે 4.30 વાગે અક્ષરધામ મંદિર પર બે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 32ના મોત અને આશરે 79 ઈજાગસ્ત થયા હતા. હુમલા દરમિયાન 600 લોકો મંદિરમાં હતા.

અક્ષરધામ હુમલાના આતંકીની જમ્મુ-કાશ્મીરથી ધરપકડ
Last Updated : Jul 26, 2019, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details