ગુજરાત

gujarat

ETV Bharat / state

કુખ્યાત લતીફ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો, ATSને મળી મોટી સફળતા - એલિસબ્રિજ પોલીસ સ્ટેશન

અમદાવાના જુહાપુરા વિસ્તારમાંથી (Juhapura area Ahmedabad) ગુજરાત ATSની ટીમે કુખ્યાત લતીફ ગેંગના એક સાગરિતની (Gujarat ATS arrested Latif Gang Accused) ધરપકડ કરી હતી. આ આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.

કુખ્યાત લતીફ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો, ATSને મળી મોટી સફળતા
કુખ્યાત લતીફ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો, ATSને મળી મોટી સફળતા

By

Published : Nov 29, 2022, 3:43 PM IST

અમદાવાદઅમદાવાદ સહિત રાજ્યભરમાં એક જમાનામાં અલગ અલગ ડોન અને ગુંડાઓનું રાજ ચાલતું હતું. આવી જ રીતે અમદાવાદમાં એક સમયે ગેંગસ્ટર અને ડોન લતીફનું રાજ (Gujarat ATS arrested Latif Gang Accused) હતું. જોકે, લતીફ ગેંગના હજી પણ કેટલાક સાગરીતો પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. તેવામાં ગુજરાત ATSની ટીમે આ ગેંગના એક સાગરિતને પકડીને મોટી સફળતા (Ahmedabad Crime News) મેળવી છે.

લતીફ ગેંગના સાગરિતને પકડવામાં મળી સફળતાગુજરાત ATSએ જુહાપુરા વિસ્તારમાંથી (Juhapura area Ahmedabad) લતીફ ગેંગના સાગરિતની ધરપકડ કરી હતી. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, ઘણા સમયથી નાસ્તો ફરતો લતીફ ગેંગનો સાગરિત જુહાપુરા વિસ્તારમાં (Juhapura area Ahmedabad) છે. તેના આધારે ATSએ મોહમ્મદ ફારૂખ અલ્લારખા ઉર્ફે ફારુક બાવાની ધરપકડ કરી હતી.

જુલાઈ 2021થી ફરાર હતો આ અંગે મળતી માહિતી અનુસાર, ઝડપાયેલો આરોપી મોહમ્મદ ફારૂખ વર્ષ 1992માં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં (Ellisbridge Police Station) નોંધાયેલા હત્યાના ગુનામાં પાકા કામના કેદી તરીકે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ હતો અને જુલાઈ 2021થી પેરોલ જમ્પ કરીને નાસતોફરતો હતો. તેની માહિતી મળતા જ ATSએ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. 56 વર્ષીય મોહમ્મદ ફારુખ લતીફ ગેંગનો (Gujarat ATS arrested Latif Gang Accused) સાગરિત હોય તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે, કેમ તે દિશામાં ATSએ તપાસ (Ahmedabad Crime News) શરૂ કરી છે.

ATSએ શરૂ કરી તપાસઝડપાયેલો આરોપી દરિયાપુર વિસ્તારમાં જ લતીફના સાથે રહેતો હતો. તેવામાં આરોપીને પકડીને સાબરમતી જેલમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને છેલ્લા એક વર્ષથી તે કોની મદદથી નાસતોફરતો હતો અને તેને કોણે કોણે ગુનાહિત કૃત્યમાં મદદ કરી છે. તે દિશામાં પોલીસે તપાસ (Ahmedabad Crime News) શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details