ગુજરાત

gujarat

By

Published : Oct 23, 2019, 3:29 AM IST

Updated : Oct 23, 2019, 5:09 PM IST

ETV Bharat / state

કમલેશ તિવારી હત્યા કેસઃ 2 આરોપીના 72 કલાકના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મંજૂર

અમદાવાદ: કમલેશ તિવારી હત્યા કેસમાં મુખ્ય 2 આરોપીને કૉર્ટમાં રજૂ કરાયા છે. અમદાવાદની મિરઝાપુર કૉર્ટમાં બંને આરોપીને રજૂ કર્યા છે. હવે 2 આરોપીના 72 કલાકના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મંજૂર કર્યાં છે.

કમલેશ તિવારી હત્યા કેસ

કમલેશ તિવારી હત્યાકાંડમાં ATSએ અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી ત્યારે, હત્યાના મુખ્ય સૂત્રધાર અશફાક હુસૈન અને મોઇનુદ્દીન અહેમદની ગુજરાત રાજસ્થાન પાસેની બોર્ડર પાસેથી ધરપકડ કરાઈ હતી. યુપી પોલીસે બંને આરોપીની જાણકારી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી હતી. હાલ, બંને આરોપીને ઝડપી ATSએ તપાસ હાથ ધરી છે.

કમલેશ તિવારી હત્યા કેસ
કમલેશ તિવારી હત્યા કેસના મુખ્ય 2 આરોપીએ ગુજરાત ATSએ ઝડપ્યાં

પોલીસ તપાસમાં આરોપીઓએ ગુનો કબુલતાં જણાવ્યું હતું કે, " યુ.પી.ના લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનું ષડયંત્ર સુરતમાં કર્યુ હતું. મોહમ્મદ પયગંબરના વિરોધમાં ડિસેમ્બર 2015માં કમલેશ તિવારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેથી ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદે કમલેશ તિવારીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. દુબઈથી બે મહિના પહેલાં નોકરી છોડી આરોપી રશીદ સુરત આવ્યો હતો. ત્યારે તેણે લિંબાયત પદમાવતી સોસાયટીમાં ગલી નં-1માં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદ સાથે હત્યાનું ષડયંત્ર ઘડયું હતું."

કમલેશ તિવારી હત્યા કેસ

આમ, રાજ્યભરમાં ચમચાર મચાવનાર કમલેશ હત્યાકાંડના આરોપી આખરે શામળાજીથી ઝડપાયા છે. જેમની કડક તપાસ કરી પોલીસે આગળની કાર્યવાહી હાત ધરી છે.

Last Updated : Oct 23, 2019, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details