અમદાવાદ:રાજ્યના એક નિવૃત DGPને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર સામે આવતા ચકચાર મચી છે. સામે આવેલી માહિતી પ્રમાણે સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરાવવાનું કાવતરું રચ્યું હતું. એક બનાવટી એફિડેવિટ બનાવવામાં આવી હતી. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
નિવૃત્ત DGPને બદનામ કરવાનો ખેલ: ગુજરાતના પૂર્વ IPS અને નિવૃત્ત DGPને બદનામ કરવા માટે ખેલ રચવામાં આવ્યો હતો. એક બનાવટી એફિડેવિટ બનાવવામાં આવી હતી. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન અનેક પાસા ખુલ્યા હતા. જેમાં ભાજપના નેતા અને બે પત્રકારના નામ સામે આવ્યા હતા. ગુજરાત ATS દ્વારા આ મામલે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જી.કે પ્રજાપતિ, હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર ઉર્ફે રાજુ જેમીની, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીને ઝડપી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:નિવૃત PSI અને નીચેની કેડર સક્ષમ પોલીસ કર્મચારીને ટૂંકા ગાળા માટે સેવામાં લેવાશે: DGP
2 પત્રકારે 5 લાખનો કર્યો તોડ:BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતાઓએ બે પત્રકારો સાથે મળીને 8 કરોડ રૂપિયાનો તોડ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. બે ઉચ્ચ અધિકારીને ફસાવી દેવાનું કાવતરૂ હતું. સામે આવેલી વિગતો મુજબ સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને એક મહિલા સાથે દુષ્કર્મનો કેસ કરી પ્લાન બનાવ્યો હતો અને તે અંગેનું ખોટું સોગંદનામું કરીને આખું ષડયંત્ર ઘડ્યું હતું. આ સાથે જ એફિડેવિટને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયા લીધા હતા. એફિડેવિટને અખબારમાં પ્રકાશિત કરીને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનો આ સમગ્ર પ્લાન કર્યો હોવાનો તપાસ દરમિયાન ખુલાસો થયો છે.