અમદાવાદપહેલા અને બીજા એમ બંને તબક્કાના કુલ 1621 ઉમેદવારોમાંથી 75.94 ટકા ઉમેદવારો એટલે કે 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates )થઇ ગઇ છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો(Gujarat Assembly Election Results 2022 )માં મોટી સંખ્યામાં ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થતી (Forfeited Deposits of the Candidates )જોવા મળી છે.
ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વ્યક્તિની ડિપોઝિટ જપ્ત થવી તે જે પક્ષ માટે પણ નાલેશીભરી હાર લેખવામાં આવે છે તેથી આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ડિપોઝિટ પેટે 10,000 રુપિયા લેવામાં આવે છે. આ આંકડો કેટેગરી પ્રમાણે અલગઅલગ હોય છે. જો ઉમેદવાર કુલ મતદાનના 16.6 ટકા મત ન મેળવી શકે તો તેની ડિપોઝિટ જપ્ત થઇ જતી હોય છે એટલે કે પરત મળતી નથી.ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ માહિતીના આધારે ગુજરાતના ચાર ઝોનની દ્રષ્ટિએ જોઇએ તો સૌથી વધુ ડિપોઝિટ મધ્ય ઝોનમાંથી જપ્ત ( Zone wise Deposit Forfeited ) થઇ છે.
કુલ પરિણામની દ્રષ્ટિએ ડિપોઝિટ જપ્તી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી પ્રક્રિયા બે તબક્કામાં યોજાઇ હતી. જેની મતગણતરી 8 ડીસેમ્બર 2022ના રોજ યોજાઇ. આ પરિણામો(Gujarat Assembly Election Results 2022 )માં કુલ પરિણામની દ્રષ્ટિએ જોઇએ તો પહેલા અને બીજા એમ બંને તબક્કાના કુલ 1621 ઉમેદવારોમાંથી 75.94 ટકા ઉમેદવારો એટલે કે 1231 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત (Forfeited Deposits of the Candidates )થઇ ગઇ છે.
મધ્ય ગુજરાતમાંથી ડિપોઝિટ જપ્તી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં કુલ 61 બેઠકનો સમાવેશ થાય છે. વડોદરા, દાહોદ, આણંદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરની આ બેઠકો પર કુલ 546 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તેમાંથી 420 ઉમેદવારોની ડિપોઝિટ સફાચટ (Central Zone Deposit Forfeited )થઇ ગઇ છે. જેની ટકાવારી 76.92 ટકા થાય છે.