ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભાની ચૂંટણી: કોંગ્રેસનો નાટયાત્મક પ્રચાર શરૂ, શેરી નાટકથી અપીલ - Gujarat political Parties

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly election 2022) લઈને કોંગ્રેસ દ્રારા નાટયાત્મક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજથી શરૂ કરવામાં આવેલા આ શેરી નાટકના પ્રચારમાં કોંગ્રેસે વીએસ હોસ્પિટલના ચાર રસ્તા પાસે એક શેરી નાટક ભજવીને પોતાના પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં ત્રીપાંખીયો મુકાૂબલો જોવા મળી રહ્યો છે , જેને લઇને દરેક પક્ષ લોકોને રીઝવવાના નવા-નવા પ્રયોસો કરી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી: કોંગ્રેસનો નાટયાત્મક પ્રચાર શરૂ, પ્રજા ભગવાન અને નેતા ભક્ત
વિધાનસભાની ચૂંટણી: કોંગ્રેસનો નાટયાત્મક પ્રચાર શરૂ, પ્રજા ભગવાન અને નેતા ભક્ત

By

Published : Nov 8, 2022, 4:13 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ઇલેક્શનની (Assembly elections) તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે એક જ મહિનાની અંદર હવે ગુજરાત ઇલેક્શનમોડમાં આવી ચૂક્યું છે. બધી જ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાની રીતે પ્રચારઅને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક અલગ જ રીતથી ઇલેક્શનને લઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ જોઈએ તો બધી મોટી રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેરાતનું માધ્યમ ટીવીનું , માધ્યમ કે પછી સોશિયલ મીડિયાથી લઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી: કોંગ્રેસનો નાટયાત્મક પ્રચાર શરૂ, શેરી નાટકથી અપીલ

શેરી નાટકકોંગ્રેસ દ્વારા કંઇક અલગ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શેરી નાટકો, ભવાઈ ,નુક્કડ, વગેરે મીડિયાનો સમાવેશ થાય છે. આ જ મીડિયા થકી કોંગ્રેસ હવે પોતાનો પ્રચાર કરી રહી છે. આજથી શરૂ કરવામાં આવેલા આ શેરી નાટકના પ્રચારમાં કોંગ્રેસે વીએસ હોસ્પિટલના ચાર રસ્તા પાસે એક શેરી નાટક ભજવીને પોતાના પ્રચારની શરૂઆત કરી છે.

ખૂખલું મોડલઆ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા ઇન્દ્રવિજયસિંહએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની જ વાસ્તવિક પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જાહેરાતની પાછળ પૈસા ખર્ચીને એક ખૂખલું મોડલ છે ગુજરાત રાજ્યનું તે બતાવવાનો પ્રયત્ન કરે છે. એની સામે કોંગ્રેસ આજે પ્રજા વાસ્તવિક પરિસ્થિતિથી જાણી ચૂકી છે. ત્યારે કોંગ્રેસનું કામ બોલે છે અને ભાજપના કાંડ બોલે છે એ વાત પ્રજા સમજી ચૂકી છે. આ નાટકનો પ્રારંભ આજથી ગુજરાતમાંથી એક મહિના સુધી ગુજરાતની વિધાનસભાઓમાં કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details