અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. ચૂંટણીલઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી(aam aadmi party) અને ભારતીય જનતા પાર્ટી(bhartiya janta party) દ્વારા કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) બાવળામાં સભા સંબોધિત કરી હતી.
લીલાબાને યાદ કરતા થયા ભાવુક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિધાનસભાની ચૂંટણી લઈને બાવળા વિધાનસભામાં સભા સંબોધી હતી. જેમાં તેઓ પોતાના સંબોધનમાં બાવળાના વિકાસ અને વર્ષો પહેલાંની પોતાની યાદો તાજી કરતા ભાવુક થયા હતા. PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ પૂર્વ જનસંઘના કાર્યકર્તા લીલાબાને યાદ કરતા જ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે લીલાબાનું જીવન સામાજિક કાર્યકર્તા તરીકે હતું. તેમને પોતાના જીવનમાં અનેક ગરીબ લોકોની મદદ આવ્યા છે.
ખેડૂતોએ પૈસા ગણવા માટે મશીન વસાવ્યા: PM મોદીએ જણાવ્યું હતું કે આજની આ મારી ચોથી સભા છે પરંતુ વાતાવરણ જ અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે. આ ચૂંટણી નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્ર પટેલ નથી રહ્યા પરંતુ ગુજરાતની જનતા ચૂંટણી લડી રહી છે અને આ વખતે લાગી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં જંગી બહુમતી સાથે ભાજપની સરકાર સત્તા ઉપર આવશે. વધુમાં જણાવ્યું હતું કે આ પંથક અમદાવાદ શહેરથી ખૂબ જ નજીક આવેલો છે. આજ એવો દસકો ચાલી રહ્યો છે કે અમદાવાદ જિલ્લાની પણ સુરત બદલી નાખી છે. 20 વર્ષ પહેલા કોંગ્રેસના સમયગાળા દરમિયાન પંચાયત રાજ માટે 100 કરોડનું બજેટ ફાળવવામાં આવતું હતું. જ્યારે આજે એ બજેટ ખૂબ જ વધુ ફાળવવામાં આવે છે. સાણંદ તાલુકાના અને બાવળા તાલુકાના ગામડાના ખેડૂતો જમીન માટે આંદોલન કરતા હતા. પરંતુ આજે ઔદ્યોગિક ક્ષેત્રે આ તાલુકા ખૂબ જ આગળ છે. ખેડૂતોને જમીનના એટલા ભાવ મળ્યા છે કે પૈસા ગણવા માટે પોતે જ મશીન વસાવ્યા છે.