ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 - દિલ્હી અને પંજાબ બાદ કેજરીવાલ ગુજરાતમાં ફ્રી વીજળીનું વચન આપે તો શું? કેટલો બોજો પડશે - સ્પેશિયલ સ્ટોરી

પંજાબમાં દિલ્હીની માફક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવશે. જૂના બિલ માફ કરવામાં આવશે અને 24 કલાક વીજળી અપાશે. આ વાયદાથી પંજાબમાં રાજકારણ વધુ ગરમાયું છે. તો તેવી રીતે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં આવી રહી છે, તો શું ગુજરાતમાં પણ ફ્રી વીજળી આપવાની જાહેરાત થશે? અને ધારો કે થાય તો સરકારને માથે કેટલો બોજો પડી શકે છે? અને ગુજરાતની પ્રજા તેને સ્વીકારશે કે નહી?

aam aadmi party
aam aadmi party

By

Published : Jun 30, 2021, 10:20 PM IST

  • ગુજરાતમાં મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને એન્ટ્રી
  • હવે વિધાનસભામાં એન્ટ્રી કરવા તૈયારીઓ
  • ગુજરાતમાં શું વીજળી ફ્રી કરાશે

અમદાવાદ : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે. જે બાદ આમ આદમી પાર્ટીનો જોશ વધ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકરો અને અગ્રણી નેતાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં પત્રકાર ઈશુદાન ગઢવી અને 4000 દીકરીના બાપ તરીકેની ઓળખ ધરાવતા મહેશ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જે બાદ વધુને વધુ કાર્યકરો આમ આદમી પાર્ટી જોડાઈ રહ્યા છે.

કોંગ્રેસમાં નેતાગીરીને લઈને વિખવાદ ‘આપ’ને ફાયદો કરાવશે

ગુજરાતમાં 2022 ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. તે અગાઉ ભાજપે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. સી. આર. પાટીલે કાર્યકરો અને નેતાઓને પ્રજા વચ્ચે રહેવાનો સંદેશ આપી દીધો છે. બીજી તરફ સરકારની કામગીરીનું વીડિયો પ્રેઝન્ટેશન પણ પ્રજા સમક્ષ લઈ જવા માટે કહેવાયું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ સોમનાથથી જન સંવેદના યાત્રા ( jan sanvedana yatra ) શરૂ કરી છે. દરેક જિલ્લા અને તાલુકા લેવલે બેઠકોનું આયોજન થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજૂ કોઈ જ તૈયારી કરવામાં આવી નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા અને પ્રભારીની નિમણૂંક પણ કરી શક્યું નથી. કોંગ્રેસ પક્ષમાં અંદરોઅંદર વિખવાદ ચાલી રહ્યા છે, જેનો સીધો લાભ ‘આપ’ને મળે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરીના ગુજરાત ફેરા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તાજેતરમાં ફરીથી ગુજરાત આવીને ગયા છે. જે બાદ દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયા આવ્યા હતા. તેમની બેઠકો અને પ્રવાસ બાદ રાજકીય વાતાવરણ ગરમ બન્યું છે. ભાજપ ટેન્શનમાં આવ્યું છે. કેજરીવાલે દિલ્હીની માફક પંજાબમાં જો અમારી સરકાર આવશે, તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવનું વચન આપી દીધું છે, તેમજ જૂના બિલ માફ અને 24 કલાક વીજળી અપાશે. તેવી જાહેરાત કરી છે, જે બાદ પંજાબની પ્રજાના મતે આમ આદમી પાર્ટીએ વિશ્વાસ જગાવ્યો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ કેજરીવાલ વીજળી ફ્રી આપવાનું વચન આપી શકે છે.

ગુજરાતમાં વીજળી ફ્રી કરે તો 60,000 કરોડનો બોજો

કેજરીવાલ સરકારે દિલ્હીમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારુ કામ કર્યું છે, તે તો દેશ અને દુનિયાએ જોયું છે. વીજળી ક્ષેત્રે પણ તેમને ફ્રી કરીને પ્રજાનું મન જીતી લીધું છે. કેજરીવાલ ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની જાહેરાત કરે તો ગુજરાત સરકાર પર ખૂબ મોટો બોજો પડી શકે તેમ છે. કારણ કે, ગુજરાતમાં સરકારી કંપની ગુજરાત વિદ્યુત બોર્ડ (GEB)ની સાથે ખાનગી કંપની ટોરેન્ટ વીજળી પૂરી પાડી રહી છે. અંદાજે કુલ રૂપિયા 60,000 કરોડનો બોજો આવે તેમ છે. સરકારની આવકમાં ખૂબ જંગી ખાડો પડી શકે છે, જેથી કેજરીવાલે ફ્રી વીજળીની જાહેરાત કરે તો તે પહેલા તેની સામે આવકનો સ્ત્રોત શોધવો પડશે. પણ એક વાત એ પણ છે કે ગુજરાતમાં વીજળીના દર વધારે છે, અને ગુજરાતમાં છાસવારે વીજ દરમાં વધારો કરવામાં આવે છે, આથી પ્રજા કંટાળી છે. જો આમ આદમી પાર્ટી વીજળી ફ્રીનું વચન આપશે તો ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે.

ભરત પંચાલ (બ્યૂરો ચીફ, ETV BHARAT ગુજરાત)

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details