અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો પણ જાહેર (gujarat congress manifesto 2022) કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વહેતા થયા સમાચાર જોકે, કૉંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી (gujarat congress manifesto 2022) હતી. તે દરમિયાન વિપક્ષ જેતા સુખરામ રાઠવાની ગેરહાજરી લોકોને ઊડીને આંખે વળગી હતી. ત્યારે ક્યાંકને ક્યાંક તેઓ કૉંગ્રેસથી નારાજ હોય તેવા સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા હતા. તેને લઈને વિપક્ષ નેતા સુખરામ રાઠવા (Sukhram Rathva Congress Leader) સોશિયલ મીડિયાના માધ્યમથી પાયાવિહોણી ગણાવી છે.
કૉંગ્રેસમાં જ છું કૉંગ્રેસમાં જ રહીશઃ રાઠવાવિપક્ષ નેતા સુખરામ રાઠવાએ (Sukhram Rathva Congress Leader) જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જેમ નજીક આવતી જાય છે. તેમ ટિકીટમાં ફાળવણીની બાબતો પણ સામે આવે છે. કૉંગ્રેસ દ્વારા કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસનો મેનિફેસ્ટો (gujarat congress manifesto 2022) જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં તેમની ગેરહાજરીને કારણે અનેક અફવાઓ પણ સામે જોવા મળી આવી હતી, પરંતુ મેં અગાઉ પણ જણાવ્યું હતું તેમ હું કૉંગ્રેસનો કાર્યકર્તા છું કૉંગ્રેસમાં જ રહેવાનો છું અને કૉંગ્રેસમાંથી જ ચૂંટણી લડવાનો છું.
અંગત કામથી ગેરહાજરવધુમાં તેમણે (Sukhram Rathva Congress Leader) જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી દ્વારા મને ઘણું બધું આપવામાં આવ્યો છે. માન સન્માન પણ કૉંગ્રેસે જ આપ્યો છે. કૉંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા મેનિફિસ્ટોમાં મારી ગેરહાજર રહેવાનું કારણ એ હતું કે, મારા અંગત મિત્રના લગ્ન હોવાથી ત્યાં હાજરી આપવા અને ચૂંટણીમાં મારી ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે જરૂરિયાતી કાગળની તૈયારી માટે હું કૉંગ્રેસના મેનિફેસ્ટો હાજર રહી (gujarat congress manifesto 2022) શક્યો નહોતો, પરંતુ જે સોશિયલ મીડિયામાં કૉંગ્રેસમાં નારાજગી હોવાના જે સમાચાર વહેતા થયા છે. તે માત્ર અફવાઓ છે.