ગુજરાત

gujarat

ETV Bharat / state

મોંઘવારી, GST, નોટબંધીને આવરી લઈ સચિન પાયલોટે ભાજપને લીધી આડેહાથે

અમદાવાદમાં રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન (Sachin Pilot visits Ahmedabad) સચિન પાયલોટે સભા ગજવી હતી. સભામાં મોંઘવારી, GST અને નોટબંધીને લઈને વાત કરી (Sachin Pilot Sabha in Amraiwadi) હતી. તો બીજી તરફ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતના વારંવાર પ્રધાનોઓ બદલી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

મોંઘવારી, GST, નોટબંધીને આવરી લઈ સચિન પાયલોટે ભાજપને લીધી આડેહાથે
મોંઘવારી, GST, નોટબંધીને આવરી લઈ સચિન પાયલોટે ભાજપને લીધી આડેહાથે

By

Published : Dec 2, 2022, 8:57 AM IST

અમદાવાદ : રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે (Gujarat Election 2022) અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં જનસભાની સંબોધી હતી. જેમાં GST અને મોંઘવારીના માર સાથે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સચિન પાયલોટ સભા સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. 2019માં જ્યારે પુનઃ ચૂંટણી થઈ હતી, ત્યારે માત્ર થોડા માર્જિન માટે રહી ગયા હતા. આ વખતેનો માહોલ જોઈને લાગે છે કે આ વખતે ફરીથી ધમભાઇને તમે ભારે બહુમતીથી જીતાડશો. (Sachin Pilot Sabha in Ahmedabad)

અમરાઈવાડીની સભામાં સચિન પાયલોટે ભાજપ પર કર્યા પ્રહાર

સચિનના ભાજપ પર પ્રહાર સચિન પાયલોટ વધુમાં જણાવ્યું કે, હજી પુરા ગુજરાતમાં અને રાજ્યમાં જે ચર્ચા થઈ રહી છે. તેમાં દલિતની અને મધ્યમ વર્ગના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થતી નથી. માત્રને માત્ર બીજા બધા વિષયોને જોવામાં આવે છે. આજે બધી જગ્યાએ ખૂબ મોંઘવારી વધી છે, ગેસનો સિલિન્ડર 1100, 1200 પેટ્રોલ 100 રૂપિયા અને પાર કરી ગયું છે. દિલ્હીમાં અને ગાંધીનગરમાં જે લોકોને સત્તાની ચાવી આપવામાં આવી છે. તે લોકો માત્ર પ્રચાર કરીને માહોલ બનાવીને જાહેરાતો અને વોટ્સએપ દ્વારા લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. (Sachin Pilot hits out at BJP)

ગુજરાતના વારંવાર પ્રધાનોઓ બદલી રહ્યાપાયલોટ વધુમાં જણાવ્યું કે, દેશમાં કે પ્રદેશમાં જ્યાં પણ ચૂંટણી હોય તેમાં રોજગાર, ઉદ્યોગ અને લોકોને આગળ વધવાનો જે મોકો મળ્યો, તેને લઈને ચૂંટણીના વિષયો હોવા જોઈએ, પરંતુ અમુક લોકો એવું ઈચ્છે છે કે ચૂંટણી આવા મુદ્દાઓથી હટી જાય છે. દેશમાં અને પ્રદેશમાં મોંઘવારી ક્યારે ઓછી થશે? લાખો લોકો કુપોષણથી મરી રહ્યા છે. નોટબંધી અને GST અહીં કરી દેવામાં આવી. ગુજરાતના વારંવાર પ્રધાનોઓ બદલી રહ્યા છે. એમની ટિકિટ પણ કાપવામાં આવે છે તો તમે લોકો સવાલ કોને પૂછશો? (Sachin Pilot Sabha in Amraiwadi)

પરિવર્તન લાવી કોંગ્રેસ સરકારને લાવો સચિન પાયલોટ વધુમાં જણાવ્યું કે, હિમાચલ પ્રદેશમાં હમણાં ચૂંટણી ગઈ ત્યાં અમે ખૂબ સારી રીતે પ્રચાર કર્યો છે અને બહુ જનમતથી અમે ત્યાં સરકાર બનાવશું. સચિન પાયલોટ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પુરા ભારતમાં ભારત જોડે યાત્રા કરી રહ્યા છે, પરંતુ એનાથી પણ ઘણા બધા લોકોને તકલીફ થઈ રહી છે. ભાજપના લોકોને આ યાત્રાથી ખૂબ તકલીફ થઈ રહી છે, કારણ કે લાખો લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. હું લોકોને એટલું જ કહેવા માંગું છે કે આ વખતે પંજાને વોટ આપો. પરિવર્તન લાવી કોંગ્રેસ સરકારને લાવો. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details