અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022 Results) પ્રચારમાં આવ્યા ત્યારે જાહેરસભામાં જ કહેતા હતા કે આ ચૂંટણીમાં નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તમે બધા રેકોર્ડબ્રેક મતદાન કરજો. તેમ કહીને પ્રચાર કરતાં હતા. ત્યારે કોઈએ સ્વપ્નેય નહોંતું વિચાર્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે 2002માં ભાજપે 127 બેઠક જીતવાનો રેકોર્ડ કર્યો હતો તે (BJP Win Gujarat Election 2022)તોડશે. હવે જ્યારે ચૂંટણી પરિણામઆવી ગયા છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થયું છે. 2002માં ભાજપના નરેન્દ્ર મોદીની 127 બેઠક જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
1985માં કોંગ્રેસે 149 બેઠક જીતી હતી આટલે અટકતું નથી ભૂપેન્દ્ર પટેલે તો 1962થી ગુજરાત વિધાનસભા અમલી બની ત્યારથી માંડીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત (Gujarat Assembly Election 2022 Results) મેળવી છે. સૌથી પહેલો રેકોર્ડ 1985માં કોંગ્રેસે 149 બેઠક જીતીને નોંધાવ્યો હતો. 1985 પછી આ રેકોર્ડ પહેલી વાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તૂટયો (BJP Win Gujarat Election 2022)છે. ત્યારે જનતા પાર્ટીને 14 બેઠક અને ભારતીય જનતા પાર્ટીને 11 બેઠક તથા અપક્ષને 8 બેઠક મળી હતી.