ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહુલ ગાંધી દેશ જોડવા નીકળ્યા છે, પહેલા પાર્ટીને જોડી લો : પૂર્વ પ્રધાન - ગુજરાત ચૂંટણી 2022

ભાજપ સરકારના પૂર્વ પ્રધાન (Ravi Shankar Prasad visit Ahmedabad) અમદાવાદની મુલાકાત પર કોંગ્રેસ અને AAP પર આકરા પ્રહાર કર્યા છે. પૂર્વ પ્રધાને કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશ જોડવા નીકળ્યા છે, પહેલા પોતાની પાર્ટીને જોડી લો, પછી દેશને જોડજો. (Gujarat Assembly Election 2022)

રાહુલ ગાંધી દેશ જોડવા નીકળ્યા છે, પહેલા પાર્ટીને જોડી લો : પૂર્વ પ્રધાન
રાહુલ ગાંધી દેશ જોડવા નીકળ્યા છે, પહેલા પાર્ટીને જોડી લો : પૂર્વ પ્રધાન

By

Published : Nov 26, 2022, 3:25 PM IST

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કેન્દ્રીય પ્રધાનઓને (Ravi Shankar Prasad visit Ahmedabad) પ્રચાર માટે અલગ અલગ બેઠકો પર મોકલવામાં આવી રહ્યા છે. તેવામાં ભાજપ સરકારના પૂર્વ પ્રધાન રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા. અમદાવાદ ખાતેથી પૂર્વ પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં મુખ્યત્વે બે પ્લેયર્સ રહ્યા છે, જેમાં ભાજપ હંમેશા જીત્યું છે અને કોંગ્રેસ હારી છે. (Former Prime Minister Ravi Shankar Prasad)

ભાજપ સરકારના પૂર્વ પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

અમદાવાદની GDP 68 અબજ ડોલર વધુમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, 27 વર્ષથી ભાજપ સત્તામાં છે અને વિકાસની ગંગા વહી રહી છે. પહેલા સાબરમતી કેનાલ જેવી હતી, આજે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટ બની ગયો. અમદાવાદની GDP 68અબજ ડોલર છે અને ગુજરાતના વિકાસમાં અમદાવાદનો સિંહ ફાળો રહ્યો છે. 20-21થી આજે યુનિવર્સિટીઓની સંખ્યા 103એ પહોંચી છે. (Ravi Shankar Prasad Attack Congress)

કોંગ્રેસ AAP પર પ્રહાર પૂર્વ પ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસે સરદાર પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની અવગણના કરી છે. રાહુલ ગાંધી દેશ જોડવા નીકળ્યા છે, પહેલા પોતાની પાર્ટીને જોડી લો, પછી દેશને જોડજો. તેમના નેતા અશોક ગેહલોતે કહ્યું કે, સચિન પાયલટ ગદ્દાર છે. વધુમાં તેઓએ આમ આદમી પાર્ટી વિશે વાત કરતા જણાવ્યું હતું કે અહીંયા ત્રીજા પક્ષનો વિકલ્પ હંમેશા અસફળ રહ્યો છે. પંજાબના લોકોએ આપને મત આપ્યા, ત્યાં અત્યારે સ્થિતિ ખરાબ છે. દારૂ કૌભાંડમાં દિલ્હીમાં આજે ચાર્જશીટ થઈ છે. Aapના પ્રધાનો સત્યેન્દ્ર જૈન 6 મહિનાથી જેલમાં બંધ છે. તેઓને જેલમાં સુવિધાઓ મળી છે. ગુજરાતની જનતા પ્રામાણિક રૂપે ભાજપને સહયોગ કરશે તેવુ તેઓએ જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details