મધ્ય ગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly elections 2022) પરિણામોમાં મધ્ય ગુજરાતની (central Gujarat) બેઠકો ખુબ જ મહત્વની રહી છે. આ વખતે મધ્ય ગુજરાતની 61 બેઠક પર પણ રાજકીય પાર્ટીઓની ચાંપતી નજર રહેશે. જોકે, મધ્ય ગુજરાત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્રારા મતદારોને રીઝવવા પુરૂ જોર લગાવી દીધું છે. મધ્ય ગુજરાતની આ બેઠકો જીતવા માટે ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહીં આદિવાસી મતદારો ટ્રેન્ડ સેટર જોવા મળે છે.
61 બેઠકોનો સમાવેશ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ જેવો પચરંગી વસ્તી ધરાવતો શહેરી વિસ્તાર પણ છે અને આદિવાસી વસ્તી બહુલ જિલ્લાઓ પણ છે. ગુજરાત વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આવેલી છે. તેમાંથી વડોદરામાં 10, દાહોદમાં 6, આણંદમાં 7, અમદાવાદમાં 21, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5 અને છોટાઉદેપુરમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં 61 સીટો વિધાનસભા ક્ષેત્રની આવેલી છે આ સીટો પર હાલમાં ભાજપ પાસે 38 બેઠક છે. કોંગ્રેસ પાસે 22 બેઠક અને 1 બેઠક અપક્ષ પાસે છે.(Second phase voting)
મતદારોની સંખ્યારાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની ચર્ચા વધુ રહેતી હોય છે. કારણ કે, અમદાવાદ અને વડોદરાના શહેરી વિસ્તારોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય પક્ષો આદિવાર ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના મતદારોને રિઝવવા જોર લગાડતા હોય છે. આદિવાસી વિસ્તારમાં જાહેરસભા અને રોડ શૉ તેમજ ગામડે-ગામ આ વખતે ભરપુર પ્રચાર પ્રસાર જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતની મતદાર સંખ્યા જોઇએ તો ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી મતદાર યાદીમાં નોંધાયેલી સંખ્યા મુજબ કુલ પુરુષ મતદાર 84,51,000 છે અને મહિલા મતદારોની સંખ્યા 80,17,000 છે. એટલે કે કુલ મતદા સંખ્યા 1,64,73,000 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે નોંધાયા છે.
જાતિ સમીકરણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મહત્વની ભૂમિકા જાતિ સમીકરણ હોય છે. ત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો તમામે 8 જિલ્લામાં સૌથી વધુ ઓબીસી જાતિ પ્રભુત્વ ધરાવે છે. જેમાં 28 જેટલી બેઠક પર અસર વર્તાઈ શકે છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મધ્ય ગુજરાતની 15 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. તો અનુસૂચિત જનજાતિ વિવિધ બેઠકોમાં 5 બેઠકો પર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સાથે 5 જેટલી બેઠકો પર પાટીદાર જાતિ પોતાનું પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જાતિ આધારિત સમીકરણ પ્રમાણે મધ્ય ગુજરાતમાં ભાજપ વધુ નુકસાન થઈ શકે તેમ નથી. મધ્ય ગુજરાતમાં કેટલ બેઠકો પર ઓબીસીનું વધુ પ્રભુત્વ છે અને આદિવાસી જ્ઞાતિનું પણ કેટલીક બેઠક પર વધુ પ્રભુત્વ છે. આ બે બેઠક પર આદિવાસી જાતિ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીને વધુ નુકસાન થઈ શકે તેમ નથી. જેવી કે છોટા ઉદેપુર, પાવી જેતપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડા આ બેઠકો પર વધુ મુશ્કેલી ભાજપને પડી શકે તેમ નથી. (madhya gujarat election 2022)
ચૂંટણીલક્ષી મુદ્દાઓ કુલ 61 બેઠકોને આવરી લેતો મધ્ય ગુજરાતનો વિસ્તાર અમદાવાદ, વડોદરા, આણંદ જેવા શહેરોના કારણે મોટી વસ્તીને આવરી લે છે. ત્યારે સૌ નાગરિકો માટે કોમન મુદ્દો સિવિલ સુવિધાઓનો છે. સારા માર્ગોની માંગ હમણાંથી વધી છે. કારણે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે આ મુદ્દે સૌથી વધુ કામ કર્યું હતું. જે બાદ ચોમાસાના વરસાદમાં રસ્તાઓની હાલત બગડી છે તે સમારકામ માગે છે. આ વિસ્તારોમાં મોટાપ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન જોવા મળે છે, ત્યારે આ બહુ જ જરુરી બાબત બની જાય છે. બીજો મહત્ત્વનો મુદ્દ થકી ઘર ઘર પાણીની વાત કરી છે. તેમ છતાં અંતરિયા પાણી પહોંચે તેની અપેક્ષા હજુય ઊભી છે. વધતી જ વસ્તી અને સરકારની યોજનાઓના માપ વચ્ચેનો તફાવત આ સમસ્યાને વધુ વિકટ બનાવી દે છે. નર્મદા યોજનાના નીરથી થતી જળ આપૂર્તિ છતાં ઔદ્યોગિક અને ઘરેલુ પાણીનું વિતરણ કરવામાં અસમાનતા ઉકેલાય તેવી પણ જનતાની અપેક્ષા છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી બહુલ વિસ્તારોમાં પાયાની સુવિધાઓની સાથે સારી શિક્ષણ સંસ્થાઓનો મુદ્દો પણ છે.
દરેક પાર્ટીઓના ચૂંટણી પ્રચાર ભાજપ આદિવાસીઓ માટેની યોજના અને તેમને મળતા લાભની વાત કરી હતી. કોંગ્રેસે આદિવાસીઓ માટે શું કામ કર્યા અને હાલની તેમની સમસ્યાને લઈને પ્રચાર જોવા મળ્યા હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દાને લઈ પ્રચાર કરી રહી હતી. ટૂંકમાં ત્રણેય પક્ષો પોતાના અલગ મુદ્દા લઈને મધ્ય ગુજરાતમાં ભરપુર પ્રચાર પ્રસાર જોવા મળ્યો હતો. (Central Election in Gujarat 2022)
વડોદરા જિલ્લાની કુલ 10 બેઠકો છે. જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામ આવ્યા તેમાં 8 બેઠક પર ભાજપ જીત્યું હતું અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. છેલ્લા મતદાર યાદી પ્રમાણે વડોદરા જિલ્લામાં (Vadodara Assembly Seats) કુલ 26.02 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 13.31 લાખ પુરુષ મતદારો, 12.70 લાખ મહિલા મતદારો અને 223 થર્ડ જેન્ડર મતદારો છે.