અમદાવાદઃ ગુજરાત આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટી વચ્ચે (Gujarat Assembly Election 2022)રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના BTP નેતા મહેશ વસાવાની (BTP leader Mahesh Vasava)આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party) સંયોજક અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.
BTP નેતા મહેશ વસાવાએ દિલ્લીની મુલાકાત લીધી -ગુજરાતમાંવિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યા છે. BTP નેતા મહેશ વસાવા દિલ્લીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. આ બાદ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન BTPએ ભાજપને સાથ આપ્યો હતો. હવે BTP અને AAPના સંયોજકની આ મુલાકાત ગુજરાત રાજકારણમાં સૂચક માનવાામાં આવી રહી છે. વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આ બેઠકમાં આદિવાસીઓના વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી હતી, તો બીજી તરફ દિલ્લી મોડલ અંગે પણ ચર્ચા થઈ હતી. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની વૃદ્ધિ થાય તે અંગે પણ ચર્ચા થઈ હતી. આદિવાસીઓના પ્રશ્નોને લઈને એક કલાક સુધી બેઠક કરી હતી.