ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ, કોંગ્રેસ ને આપે ચાર્ટડ જેટ, હેલિકોપ્ટર કર્યા હાયર, કરશે વાયુવેગી પ્રચાર - Helicopters for star evangelists

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસે ઉમદાવારોની યાદી જાહેર કરી દીધી છે, તેની સાથે ઉમદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. તો બીજી તરફ રાજકીય પક્ષો વાયુવેગી પ્રચાર કરવાની પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનું (helicopter hire in BJP Congress AAP Election) બુકિંગ કરાવી દીધું છે. (Gujarat Assembly Election 2022)

ભાજપે સ્ટાર પ્રચારકો માટે હેલિકોપ્ટર કર્યા હાયર
ભાજપે સ્ટાર પ્રચારકો માટે હેલિકોપ્ટર કર્યા હાયર

By

Published : Nov 12, 2022, 8:55 AM IST

Updated : Nov 12, 2022, 5:30 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર માટે ભાજપે (helicopter hire in BJP Congress AAP Election) હેલિકોપ્ટર હાયર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (GujaratAssembly Election2022) લઈને રાજ્યમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. તેમણે ઉમેદવારી પત્ર ભરવાના શરૂ કરી દીધા છે, ત્યારે હવે સ્ટાર પ્રચારકો ગુજરાત આવશે, જાહેર સભા સંબોધશે અને રોડ શો કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય પ્રધાનો સહિત સ્ટાર પ્રચારકો અને બોલીવુડના કલાકારો ગુજરાત આવશે. તેમના માટે થઈને ભાજપ દ્વારા હેલિકોપ્ટર હાયર કર્યા છે. (BJP campaigning for election)

ગુજરાત ભાજપે સ્ટાર પ્રચારકો માટે હેલિકોપ્ટર હાયર કર્યા, કમલમમાં હેલિપેડ તૈયાર

હેલિકોપ્ટર આવવા શરૂ થઈ ગયાભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સજજ બની રહ્યું છે. ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે ચાર હેલિકોપ્ટર હાયર કર્યા છે. દિલ્હી, બેંગ્લોર અને મુંબઈથી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હેલિકોપ્ટર (BJP Helipad at Kamalam) આવવા શરૂ થયા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે. કમલમની પાછળ ભાજપ દ્વારા તૈયાર હેલીપેડ તૈયાર કરાયું છે.

એક મહિના માટે રેન્ટ પર લીધા સૂત્રો અનુસાર ભાજપે નોયડાની મેઘા મેક્સ કંપનીના હેલિકોપ્ટર હાયર કર્યા છે. એક મહિના સુધી ભાજપે મેઘા મેક્સ કંપનીના હેલિકોપ્ટર રેન્ટ પર લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગને લઈને નેતાઓથી સામાન્ય નાગરિકમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને હવે જોવું રહ્યું કે, ચૂંટણી પ્રચાર પ્રસાર માટે હેલિકોપ્ટર કેટલું ભાજપના માટે સફળ થશે. (Gujarat Assembly Election 2022)

અંદાજે 100 કરોડનો ખર્ચભાજપ અને કોંગ્રેસ સ્ટાર પ્રચારકો માટેચાર્ટડ જેટ અને હેલિકોપ્ટર હાયર કરવા માટે બુકિંગ કરાવી દીધું છે. સુત્રોમાંથીજાણવા મળ્યા મુજબ રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવા માટે વાયુવેગી એટલે કે હવાઈ સફરકરીને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય અને આખુ ગુજરાતી ઘમરોળી શકાય તે માટે હેલિકોપ્ટરનીજરૂર પડે છે. અને તે માટે રાજકીય પક્ષો એક અંદાજ અનુસાર રૂપિયા 100 કરોડથી વધુનોખર્ચ કરશે.

મુંબઈ દિલ્હીથી હેલિકોપ્ટર આવવા શરૂથયાપહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બર એમબે તબક્કામાં મતદાન થશે. આથી ભાજપ અને કોંગ્રેસે 25 દિવસ માટે હેલિકોપ્ટરને રેન્ટપર હાયર કર્યા છે. જોકે જાણવા મળ્યા મુજબ ભાજપ અને કોંગ્રેસે એડવાન્સમાં જ બુકિંગકરાવી દીધું હતું. અને હેલિકોપ્ટર મુંબઈ, બેંગ્લોર અને દિલ્હીથી અમદાવાદ આવવા શરૂથયા છે. અમદાવાદમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનશન એરપોર્ટ નાના પડે તેવી સ્થિતિસર્જાઈ છે.

ભાજપે સૌથી વધુ બુકિંગ કર્યુંભાજપ દ્વારા સૌથી વધુ 4 હેલિકોપ્ટર, 3 ચાર્ટડપ્લેન બુક કર્યા છે. જે ગત 2017ની ચૂંટણી કરતા બમણા છે. કોંગ્રેસે એક પ્લેન અને એકહેલિકોપ્ટર બુક કર્યું છે. આપના નેતાઓ દિલ્હીથી ચાર્ટડ પ્લેન લઈને જ આવે છે. એરપોર્ટપર એક ફ્લાઈટના હેન્ડલિંગ પાછળ રૂપિયા 30 હજારનો ખર્ચ થાય છે.

ચાર્ટડ ફ્લાઈટોના રેન્ટમાં વધારોચૂંટણી દરમિયાન ચાર્ટડ ફ્લાઈટોના ભાડામાંનોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસોમાં બી2- 100 એરક્રાફ્ટ એક લાખ 30 હજારનાભાડે મળે છે, હાલ ચૂંટણીને કારણે તેનું ભાડુ પ્રતિ કલાકના એક લાખ પચાસ હજાર છે.સાઈટેશન એરક્રાઈટનું રેન્ટ સામાન્ય દિવસોમાં પ્રતિ કલાકના 1.50 લાખ હોય છે, પણ હાલતેનું રેન્ટ 2 લાખ રૂપિયા છે. હોવકર એરક્રાફટનું રેન્ટ રૂપિયા 2.25થી 2.50 લાખ હોયછે, પણ ચૂંટણી દરમિયાન તેનું રેન્ટ વધીને 2.50થી 2.75 લાખ છે. ફાલ્કન એરક્રાફટનુંપ્રતિકલાકે રેન્ટ 3.50 લાખથી વધી ચૂંટણી વખતે રૂપિયા 4 લાખ થયું છે.

Last Updated : Nov 12, 2022, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details