ગુજરાત

gujarat

ETV Bharat / state

આ બેઠક પર ત્રણેય ઉમેદવાર સેવાના ધુરંધરો, કોણ મારશે બાજી જૂઓ

અમદાવાદ શહેરની એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર લડવૈયા ચહેરા સામે આવી ગયા છે. ભાજપે નો રિપીટ થિયેરી અપનાવતા રાકેશ શાહને પડતા મૂકી અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પારશ શાહ અને કોંગ્રેસ ભીખુ દવેને ટિકીટ આપી છે. ત્યારે આ બેઠક પર ત્રિપાંખાયા જંગ કેવો જામશે જૂઓ. (Gujarat Assembly Election 2022)

આ બેઠક પર ત્રણેય ઉમેદવાર સેવાના ધુરંધરો, કોણ મારશે બાજી જૂઓ
આ બેઠક પર ત્રણેય ઉમેદવાર સેવાના ધુરંધરો, કોણ મારશે બાજી જૂઓ

By

Published : Nov 14, 2022, 4:14 PM IST

અમદાવાદ:અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક પર પૈકી એલિસબ્રિજ વિધાનસભા સભા (Assembly seat in Ahmedabad) બેઠક હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે,પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળતા ચૂંટણી રસિકોમાં ભારે ઉત્સાહ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર નામ પણ જાહેર કરી દીધા છે, ત્યારે આ બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણીની બિગ ફાઈટ જામે તો નવાઈ નહીં. (Ellisbridge Assembly seat)

એલિસબ્રિજ બેઠક પર ભાજપનો ઉમેદવારએલિસબ્રિજ વિધાનસભા બેઠક પર આ વખતે અલગ જ જોવા મળી આવે છે. અમદાવાદ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મેયરને ટિકીટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવાર અમિત શાહે અમદાવાદ શહેરના મેયર તેમજ શહેર પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી હતી જે હવે એલિસબ્રિજ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. (Ellisbridge BJP candidate)

કોંગ્રેસ ઉમેદવારકોંગ્રેસ છેલ્લા 47 વર્ષ બાદ સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. ભીખુ દવેની વાત કરવામાં આવે તો તેમની છબી સ્વસ્છ અને સેવાભાવી વ્યક્તિ છે. જેના કારણે તેમને ટિકીટ આપવામાં આવી છે. ભીખુ દવે 2005માં પાલડી વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 2.5 વર્ષ શહેરના મહાપ્રધાન રહી ચૂક્યા છે, ત્યારબાદ તેઓ ઉપપ્રમુખ અને ઝોનલ કો ઓડીનેટર બાદ 2016માં હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે.(Ellisbridge Congressional candidate)

AAP પારસ શાહ ઉમેદવારઆમ આદમી પાર્ટીના ઉમેદવાર પારસ શાહ સામાજિક કાર્યકર છે. તે ઘણી સંસ્થાઓ સંકળાયેલા છે. સાથે ગરીબી લોકોને કપડાં, રાશન કીટ, ધાબળા વિતરણ કરે છે. આ ઉપરાંત દરરોજ 1000થી વધુ ગરીબ લોકોને ભોજન કરાવે છે. કોરોના મહામારી વખતે લોક વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ સંસ્થા શરૂ કરી હતી.જેમાં અનેક ઇનામો સન્માનિત કરવામાં આવ્યા હતા. (Ellisbridge AAP candidate)

એલિસબ્રિજ બેઠકનું મહત્વએલિસબ્રિજ વિધાનસભાએ ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી ભાજપ છેલ્લા 45 વર્ષથી સતત જીત મેળવી રહ્યું છે. કોંગ્રેસે આ બેઠક પર છેલ્લે 1972માં આ બેઠક પર જીત મેળવી હતી. આ બેઠક પર અનેક ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમ છતાં મતદારોને ઝુકાવ હંમેશા ભાજપ તરફ જ રહ્યો છે. આ બેઠક પરથી સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ આ વખતે રાકેશ શાહને નહીં પરંતુ અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. (Ahmedabad seat candidate)

જાતિગત સમીકરણવિધાનસભા જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો આ વિધાનસભા બેઠક પર કુલ 2,60,000 મતદારો છે જેમાં 60,000 બ્રાહ્મણો, 40,000 જૈન, 50,000 બક્ષીપંચ, 10000 માઇનોરીટી, 25000 દલિત 75000 અન્ય મતદારો છે. અહીંયા બ્રાહ્મણની સંખ્યા વધારે હોવાથી બ્રાહ્મણ ઉમેદવાર ભીખુ દવેની ટિકિટ આપવામાં આવી છે. પરંતુ 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર વિજય દવે અહીંયા 85,205 મતથી પરાજય થયો હતો.(Ellisbridge Candidate seat)

2017 ચૂંટણી પરિણામએલિસબ્રિજ વિધાનસભા બેઠકની પરિણામ ની વાત કરવામાં આવે તો 2017 માં ભાજપ એ ફરી એકવાર રાકેશ અને ટિકિટ આપી હતી.તો તેની સામે કોંગ્રેસ તરફથી વિજય દઈને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં વિજય કુમારને 31,606 મત મળ્યા હતા અને રાકેશ શાહનો 1,16,811 મત મળ્યા હતા જેમાં રાકેશ શાનો 85,205 મતથી વિજય થયો હતો. મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો, આ વિધાનસભા મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો કુલ મતદારોની સંખ્યા 2,66,348 છે. જેમાં પુરુષ મતદારો 1,33,469,મહિલા મતદારો 1,32,875 છે.અન્ય મતદારો 4 છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details