અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવા માટે કૉંગ્રેસ અલગ અલગ રણનીતિ અપનાવી રહ્યું છે. સાથે જ આ વખતે ખૂબ જ ધ્યાનથી ઉમેદવારોની પણ પસંદગી કરી રહી છે. આ સાથે જ આજે કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરો (Congress Manifesto Gujarat 2022) જાહેર કરશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના હસ્તે આ મેનિફેસ્ટો લોન્ચ (Ashok Gehlot Rajasthan CM) કરવામાં આવશે.
કૉંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, વિનામૂલ્યે વિજળી, શિક્ષણ અને આરોગ્યના આપશે વચન - Congress Candidate for Gujarat Election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી ગુજરાત કૉંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (Ashok Gehlot Rajasthan CM) કૉંગ્રેસ ભવન ખાતે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો (Congress Manifesto Gujarat 2022) લોન્ચ કરશે.
ઢંઢેરામાં હશે આ વાત કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં (Congress Manifesto Gujarat 2022) વિનામૂલ્યે વિજળી, શિક્ષણ અને આરોગ્યના વચન હશે. આ સાથે જ ગુજરાતમાં બેરોજગારીના મુદ્દે કેટલી ભરતી કરાશે, જરૂરિયાતમંદને રહેઠાણ કઈ રીતે અપાશે તેની વણ વિસ્તૃત જાણકારી કૉંગ્રેસ આપશે.
કૉંગ્રેસે જાહેર કરી ત્રીજી યાદી મહત્વનું છે કે, કૉંગ્રેસે અત્યાર સુધી ત્રણ યાદી જાહેર કરી 96 બેઠક પર ઉમેદવારોની જાહેરાત (Congress Candidate for Gujarat Election) કરી દીધી છે. સાથે જ કૉંગ્રેસ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. તો આ વખતે કૉંગ્રેસ સરકાર બનાવે તેવો વિશ્વાસ નેતાઓએ વ્યક્ત કર્યો હતો.