અમદાવાદઅમદાવાદમાંકોંગ્રેસ ભવન (Congress Bhavan in Ahmedabad) ખાતે એક ઘડિયાળ લગાવવામાં આવી છે. એમાં કોંગ્રેસે પોતાનું એકાઉન્ટ શરૂ કર્યું છે. જ્યાં સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) 2022નું પરિણામ (Gujarat Assembly Election Result) નહીં આવે ત્યાં સુધી આ ઘડિયાળમાં સમય બતાવતો રહેશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections in Rajasthan) પહેલા પણ ત્યાં જ આવી રીતે ઘડિયાળ લગાવવામાં આવી હતી. રાજસ્થાનમાં ઘડિયાળ લગાવવા બાદ ત્યાં કોંગ્રેસની સરકાર બની હતી. એવો એમના દ્વારા દાવોકરવામાં આવી રહ્યો છે.
ભાજપનું શાસન હવે સમાપ્ત થયુંગુજરાત કોંગ્રેસ કાર્યાલયમાં ઘડિયાલ લગાવવામાં આવી છે. જેને લઈને પ્રભારી (Gujarat Congress in charge) રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપનું શાસન હવે સમાપ્ત થયું છે ગુજરાતની જનતા જે મહેસૂસ કરી રહી છે. એનું રિફ્લેક્શન આ ઘડિયાળ તરફથી આવી રહ્યું છે. હું એક વર્ષથી ગુજરાતમાં ફરી રહ્યો છું લોકોમાં ભારે આક્રોશને નારાજગી જોવા મળી રહી છે. અને એનું ઉદાહરણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10થી 12 દિવસ ગુજરાતમાં રહેવું પડે છે. આ લોકોને એમના મુખ્યપ્રધાન ઉપર પણ વિશ્વાસ નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન 10થી 15 દિવસ સુધી ગુજરાતમાં રહી રહ્યા છે.