અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ને (Gujarat Assembly Election 2022) લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોર શોરથી પ્રચારઅને પ્રસાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જારી કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી (Congress announced the list of star campaigners) જાહેર કરી છે.
કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ધમધમાટ શરૂ, સ્ટાર પ્રચારકોની યાદી કરાઇ જાહેર - Gujarat Election Officer
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની દ્વારા યાદી જાહેર કરવામાં (Congress announced the list of star campaigners) આવી છે. જેથી હવે ગુજરાતમાં અનેક મોટા નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર અર્થે આવશે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં આટલા પ્રચારકો સામેલ ગુજરાતમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો (Election campaign of Congress in Gujarat) ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે જે 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ (National Congress President) મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, ભુપેશ બાઘેલ, રમેશ ચેતન્ય, દિગ્વિજયસિંગ સચિન પાયલોટ, કનૈયા કુમાર જેવા અનેક મોટા નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર અર્થે આવશે. આ સાથે જ ગુજરાતના ચૂંટણી પ્રભારી (Gujarat Election Officer) રઘુ શર્મા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ પણ સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ છે.
હવે ગુજરાતમાં ચૂંટણી નિમીતે પ્રચાર પ્રસારઆગામી સમયમાં તમામ પક્ષો હવે ગુજરાતમાં ચૂંટણી નિમીતે પ્રચાર પ્રસાર કરવા આવશે. ત્યારે જોવાનું રહ્યું કે એ કે ત્રણેય પક્ષોએ જે ઉમેદવારના નામ જાહેર કર્યા છે, એ કેટલા અંશે ફાયદાકારક નિવડી શકશે તે સમય જ કહી શકશે. આ દરમિયાન જોવાનું એ રહ્યું કે, આ વખતનો ત્રિપાંખિયો જંગ કેયલો રસપ્રદ રહેશે તે આ ઉમેદવારોની મતદારોને લઈને રીઝવવાની પદ્ધતિ જ કહી આપશે કે કોણ બાજી મારશે.