ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat AAP Corporators Resign: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા - Gujarat Assembly Election 2022

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપે આપને તોડવાનું શરૂ કરી દીધું છે. દેશ અને ગુજરાતની જનતાને જે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )પાસે વિકલ્પની આશા બંધાઈ હતી તે હવે પાણીમાં ધોવાઈ ગઈ છે. સુરતના આપના પાંચ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હોવાના સમાચાર છે, અને તેઓ ભાજપમાં જોડાયા છે.

Surat AAP Corporators Resign: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
Surat AAP Corporators Resign: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા

By

Published : Feb 4, 2022, 4:04 PM IST

Updated : Feb 4, 2022, 7:33 PM IST

અમદાવાદઃવિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party)વિપક્ષોને તોડવાનું શરૂ કરી દીધું છે. દેશ અને ગુજરાતની જનતાને જે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )પાસે વિકલ્પની આશા બંધાઈહતી. તે હવે પાણીમાં બેસી ગઈ છે. ભાજપ દ્વારા આગામી ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે આમ આદમી પાર્ટીના સત્તાધીશોને પોતાના પક્ષમાં ખેંચવામાં આવી રહ્યા છે.

'સોનાની થાળીમાં લોઢાની મેખ' : સી.આર.પાટીલ

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ભાજપ સામે પોતાનો દમ દેખાડ્યો હતો. આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો સુરતમાં ચૂંટાઈ આવ્યા હતા. જેતે સમયે અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ વાતને 'સોનાની થાળીમાં લોઢાની મેખ' કહી હતી. ભાજપે તેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને(Aadmi Party corporators ) પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયાસો શરૂ કર્યા હતા તે અંગે ગઈકાલે સુરત ખાતે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

કોણ જોડાયું છે ભાજપમાં

આજે આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ પાર્ટી છોડી હતી. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ(BJP Pradesh Office Kamalam) ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાયા. પાંચ કોર્પોરેટર રુતા કેયુર કાકડીયા (વોર્ડ નં 3), ભાવના ચીમનભાઈ સોલંકી (વોર્ડ નં 2), વિપુલ ધીરુભાઈ મોવલિયા (વોર્ડ નં 16), જ્યોતિકા વિનોદભાઈ લાઠીયા (વોર્ડ નં 8), મનીષા જગદીશભાઈ કુકડીયા (વોર્ડ નં 5) ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃGujarat Assembly Elections 2022 : વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને વનબંધુ યોજના 2 થઈ શકે છે જાહેર

ભાજપે કઈ ટ્રીક વાપરી ?

ભાજપ જે જગ્યાએ જીતી શકતું નથી, ત્યાં પોતાના કાર્યકરોના માધ્યમથી જીતેલી પાર્ટીના ઉમેદવારોને પોતાના પક્ષમાં યેનકેન પ્રકારે લઈ આવે છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના નેતા વિજય સુંવાળા ભાજપમાં જોડાયા હતા તો મહેશ સવાણીએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ હતું. એ વાત ચોક્કસ છે કે, હવે ચૂંટાઈને આવેલા નેતાઓ જો પક્ષપલટો કરે તો પ્રજા દ્રોહ માટેનો કાયદો લાવવો જરૂરી બની ગયો છે.

આ પણ વાંચોઃSurat AAP Corporators Resign: સુરત AAPના 5 કોર્પોરેટર પક્ષમાંથી રાજીનામુ આપે તેવી શક્યતા, એક કોર્પોરેટરને મળી નોટિસ

Last Updated : Feb 4, 2022, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details