અમદાવાદ:ગુજરાત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ પ્રથમ વખત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે. ત્યારે પ્રશ્નોત્તરીની અંદર કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા સરકારના વન અને પર્યાવરણ પ્રદાન પાસે લેખિતમાં પ્રશ્નોના જવાબ માંગ્યા હતા. જેમાં 31 ડિસેમ્બર 2020 સુધી છેલ્લા બે વર્ષમાં કુદરતી અને અકુદરતી વન્ય પ્રાણીઓના મૃત્યુના આંકડા લેખિતમાં માંગ્યા હતા. આ સાથે સરકારે આ પ્રાણીઓના મૃત્યુ રોકવા માટે કેવા પ્રકારના પગલા લીધા હતા. તેનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
લેખિતમાં માગ્યો જવાબ:31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહ,સિંહણ,સિંહ બાળ દીપડા અને દીપડાના બચ્ચાઓ કેટલા મૃત્યુ થયા છે. આ મૃત્યુ અટકાવવા માટે સરકારે કયાં કયાં પગલાંઓ લીધા છે--કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા
સરકારનો લેખિતમાં જવાબ:2021 માં સિંહ-સિંહણ 31, સિંહબાળ 61 એમ કુલ 124 મૃત્યુ થયા હતા. જ્યારે 125 દીપડા, દીપડાના બચ્ચા 54 એમ કુલ 179ના મૃત્યુ થાય હતા. જ્યારે 2022ની વાત કરવામાં આવે તો 2022માં 21 સિંહ, 28 સિંહણ, 62 સિંહબાળને જે ઓળખાયેલ ન હોય તેવા 5 એમ કુલ 116 ના મૃત્યુ થયા હતા. જ્યારે 142 દીપડા, 46 દીપડાના બચ્ચા અને જે ઓળખાય ન હોય તેવા 4 એમ કુલ 191ના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો Gujarat Budget Session: વિધાનસભામાં ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક પસાર, પણ કૉંગ્રેસનું સમર્થન નહીં
કુદરતી રીતે થયેલ મૃત્યુ:આ ઉપરાંત કોંગ્રેસને તો એવો પણ જવાબ માંગ્યો હતો કે, આમાંથી કેટલા મૃત્યુ કુદરતી અને કેટલા અકુદરતી રીતે થયા છે. તેનો જવાબ આપતા પણ જણાવ્યું હતું કે, 2021 માં 27 સિંહ,25 સિંહણ, 59 સિંહબાળ એમ કુલ 111 કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 85 દીપડા, 38 દીપડાના બચ્ચા એમ કુલ 123 કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2022માં 18 સિંહ,24 સિંહણ,56 સિંહબાળ એમ 56 જે ઓળખાયેલ ના હોય તેવા આમ કુલ 103ના મૃત્યુ કુદરતી રીતે થયા હતા. જયારે 100 દીપડા,30 દીપડાના બચ્ચાં અને 3 ઓળખાય નહીં તેવા એમ કુલ મળીને 133ના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો Gujarat Budget 2023: નાણાપ્રધાન કનુ દેસાઈ 11 વાગે રજૂ કરશે બજેટ, નવી યોજના પર રહેશે નજર
અકુદરતી રીતે થયેલ મૃત્યુ:અકુદરતી તેની વાત કરવામાં આવે તો 2021માં 5 સિંહણ,6 સિંહ 2 સિંહબાળ એમ કુલ 13ના મૃત્યુ થયા હતા. જ્યારે 40 દીપડા, 16 દીપડાના બચ્ચા એમ કુલ 56ના મૃત્યુ થયા હતા. 2022માં 3 સિંહ, 4 સિંહણ, 6 સિંહબાળ એમ કુલ 13 જ્યારે 42 દીપડા, 16 દીપડાના બચ્ચા એમ કુલ મળીને 58 લોકોના મૃત્યુ થયા હતા.
બચાવવા માટે નિર્ણય કર્યો:વન્ય પ્રાણીઓને બચાવવા માટે સરકાર દ્વારા સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બીમારી અથવા અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસની નિમણૂંક કરવામાં આવી છે. જેમની સાથે અધ્યતન લાયન એમ્બ્યુલન્સ પણ વસાવવામાં આવી છે. અભ્યારણ વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકર તેમજ સાઈન બોર્ડ પણ મૂકવામાં આવેલ છે.
સતત નાઈટ પેટ્રોલિંગ:સિંહ તથા અન્ય પ્રાણીઓની હત્યા અટકાવવા માટે ક્ષેત્રીય સ્ટાફ દ્વારા સતત નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટાફને વાહન,હથિયાર, વોકીટોકી વગેરે પણ ફાળવવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓ માટે રેપિડ એક્શન ટીમ તૈયાર કરવામાં આવેલ છે. સુરક્ષિત ખુલ્લા કુવાઓને ફરતે સુરક્ષિત કરવામાં આવેલ છે.આ ઉપરાંત ચેકિંગ, નાકા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ છે. શાસન ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટની પણ સ્થાપના કરવામાં આવેલ છે. અંતે રાજુલા- પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ ચેઇન લિંક ફિનિશિંગ કરવામાં આવ્યું છે. જેથી આ પ્રાણીઓના અકસ્માત થતા અટકાવી શકાય છે.