ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat APMC election: APMCની ચુંટણીની જાહેરાત થઈ ચુકી છે, જાણો કયારે યોજાશે - Gujarat APMC Market

ફેબ્રુઆરીમાં વીજાપુર અને રાજપીપળા એપીએમસીની ચૂંટણી યોજાશે. ચાર જુદા જુદા મહિનામાં જુદી જુદી એપીએમસીની ચૂંટણી યોજાશે. (Gujarat APMC Market election date Declaration ) APMCની ચુંટણીની આજે જાહેરાત કરવામાં આવી છે.

Gujarat APMC election: APMCની ચુંટણીની જાહેરાત થઈ ચુકી છે, જાણો કયારે યોજાશે
Gujarat APMC election: APMCની ચુંટણીની જાહેરાત થઈ ચુકી છે, જાણો કયારે યોજાશે

By

Published : Feb 2, 2023, 10:43 AM IST

Updated : Feb 2, 2023, 11:57 AM IST

અમદાવાદ: રાજ્યની 23 એપીએમસીની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. વિધાનસભાની ચૂંટણીના કારણે એપીએમસીની ચૂંટણીઓ બાકી રહી ગઈ હતી. જેની તારખીની જાહેરાત હવે કરવામાં આવી છે. ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ અને મે મહિનામાં જુદી જુદી એપીએમસીની ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો:ADANI ENTERPRISES CALLS OFF FPO: અમે નથી ઈચ્છતા કે રોકાણકારોને નુકસાન થાય: ગૌતમ અદાણી

એપીએમસીની ચૂંટણી:ફેબ્રુઆરી અને માર્ચમાં બે એપીએમસીની ચૂંટણી થશે. 24 ફેબ્રુઆરીએ રાજપીપળા એપીએમસીની ચૂંટણી થશે. માર્ચ મહિનામાં એક માત્ર અંજાર એપીએમસીની ચૂંટણી યોજાશે. તો એપ્રિલ મહિનામાં અન્ય 10 જેટલી એપીએમસીન ચૂંટણી યોજાશે. માણસા અને વાંસદા એપીએમસીની 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે, તારાપુર, ડીસા બોડેલી, થોરાળા, આ ચાર એપીએમસીની ચૂંટણી પણ 17 એપ્રિલના રોજ થશે.

આ પણ વાંચો:Protest of cleaning workers: સફાઈ કામદારોએ U20માં આવનાર મહેમાનો સામે કચરો ફેંકી વિરોધ કરવાની આપી ચિમકી

વીજાપુર અને રાજપીપળા એપીએમસી:જ્યારે ફેબ્રુઆરીમાં વીજાપુર અને રાજપીપળા એપીએમસીની ચૂંટણી યોજાશે. ચાર જુદા જુદા મહિનામાં જુદી જુદી એપીએમસીની ચૂંટણી યોજાશે.

રાજ્યની 23 APMCની ચૂંટણીની તારીખો જાહેર:3જી ફેબ્રુઆરીએ વિજાપુર APMCની ચૂંટણી યોજાશે, 24મી ફેબ્રુઆરીએ રાજપીપળા APMCની ચૂંટણી યોજાશે, માર્ચ મહિનામાં એક માત્ર અંજાર APMCની ચૂંટણી યોજાશે, 4થી માર્ચે અંજાર APMCની ચૂંટણી યોજાશે, 17 APMCની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાશે, 10 APMCની એક સાથે 17મી એપ્રિલે ચૂંટણી યોજાશે, બાયાડ APMCની 12મી એપ્રિલે યોજાશે ચૂંટણી, કરજણ અને સિદ્ધપુર APMCની 17મી એપ્રિલે ચૂંટણી, માણસા અને વાસદ APMCની 17મી એપ્રિલે ચૂંટણી, ટીંબી અને વાલિયા APMCની 17મી એપ્રિલે ચૂંટણી, તારાપુર અને ડીસા APMCની 17મી એપ્રિલે ચૂંટણી, બોડેલી અને ઉમરાળા APMCની 17મી એપ્રિલે ચૂંટણી, સુરત અને વિરમગામ APMCની 24મી એપ્રિલે ચૂંટણી, સોનગઢ (તાપી) APMCની 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે, માલપુર APMCની 27 અને કાલાવડ APMCની 28મી એપ્રિલે યોજાશે ચૂંટણી, માંડલ APMCની 29મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે, વાલોડ અને સાવલી APMCની 1લી મેના રોજ ચૂંટણી યોજાશે, ધંધુકા APMCની 5મી એપ્રિલેના રોજ ચૂંટણી યોજાશે.

APMC ચૂંટણી ની જાહેરાત:APMC ચૂંટણી બાબતે રાજ્ય સરકાર ના સહકાર પ્રધાન જગદીશ પંચાલે ETV ભારત સાથે ની ટેલીફોનીક વાત ચીત કરતા જણાવ્યું હતું કેછેલ્લા 10 દિવસ થી APMC ચૂંટણી બાબતે આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ 24 જેટલી APMC ચૂંટણી ની જાહેરાત કરાઈ છે. આ ચૂંટણી 1 મે સુધીમાં પૂર્ણ થઈ જશે.

Last Updated : Feb 2, 2023, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details