- અમદાવાદમાં આજથી બે દિવસીય ટેક્સ કોન્કલેવનો પ્રારંભ
- 200 ચાર્ટડ એકાઉન્ટન્ટ લઈ રહ્યા છે ભાગ
- આવકવેરા અને GST જેવા મુદ્દે ચર્ચા થશે
અમદાવાદ : ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 5 અને 6 માર્ચ, 2021ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA)માં ટેક્સ કોન્કલેવ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ્ય બન્ને સંસ્થાઓના સદસ્યોને નેટવર્કિંગ, નોલેજ શેરિંગ, ચર્ચા-વિચારણા કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જાણીતા વક્તાઓ, ઉદ્યોગના અગ્રણીઓ તથા નિષ્ણાંતો ભાગ લઇને ઇન્કમ ટેક્સ, GST વગેરે જેવાં મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે. આ સાથે તેમને સહભાગીઓ સાથે પોતાના અનુભવો અને જાણકારીનું પણ આદાનપ્રદાન કરશે.
કરવેરાને લગતા પ્રશ્નોની ચર્ચા
ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કરે જણાવ્યું હતું કે, બે દિવસ જ્ઞાનની ગંગા વહેશે. કરવેરા નિષ્ણાતોને બે દિવસમાં ઘણુ બધુ જાણવા મળશે. તેમના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓને વર્ણવી શકશે, તેમજ તેનો ઉકેલ એક્સપર્ટ આપશે. કોન્કલેવનું ઉદ્ઘાટન ઈન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર અમિત જૈને જણાવ્યું હતું કે, ગત વર્ષમાં આવકવેરાના એમેડમેન્ટમાં અનેક નવા ફેરફાર થયા છે. ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ ટેક્સ, વિવાદ સે વિશ્વાસ તક, ફેસલેસ એસેસમેન્ટ, અગત્યના ઈસ્યૂઝ, આવકવેરા વિભાગ સાથે કેવી રીતે કાર્યવાહી કરવી, તે તમામ બાબતો અંગે આ કોન્કલેવમાં ચર્ચા થશે. વિવાદ સે વિશ્વાસ તક યોજનામાં ગુજરાતે 30 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો છે. જે સારી બાબત છે.
ફેસલેસ એસેસમેન્ટથી જૂના લિટિગેશન સમાપ્ત થશે
જાણીતા કરવેરા નિષ્ણાંત એડવોકેટ ધીરેશ શાહે જણાવ્યું હતું કે, વિવાદ સે વિશ્વાસ તકને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. તેની મર્યાદા 31 માર્ચ સુધી લંબાવી છે. ટેક્સ ડિસ્પ્યુટનો અંત લાવવો, જૂના લિટિગેશનને સમાપ્ત કરવો, નવો વેપાર ધંધો કરો અને આગળ વધો. કોન્કલેવમાં ફેસલેસ એસેસમેન્ટમાં તુરત જવાબ આપવો, તેના માટે મેઈલ જોતા રહેવા અને આ યોજનાથી અનેક ફાયદા થશે.
આ પણ વાંચો -
પીરાણા ડમ્પ સાઈટ પર કચરાનો ડુંગર આશરે બે વર્ષમાં દૂર થશેઃ જસ્ટીસ એમ.આર. શાહ