ગુજરાત

gujarat

ETV Bharat / state

આવતીકાલે AAP CM પદનો ચહેરો જાહેર કરી શકે, મંતવ્યો પર થશે મંથન - Arvind Kejriwal Delhi CM

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો(Gujarat Assembly Election 2022) બાકી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી (Gujarat Aam Aadmi party) આવતીકાલે મુખ્યપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત (AAP CM Candidate) કરશે. એટલે કે આ વખતે આમ આદમી પાર્ટી ભાજપ અને કૉંગ્રેસ બંનેને જોરદાર ટક્કર આપે તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે.

AAP આવતીકાલે ગુજરાતના CM પદના ઉમેદવાર કરશે જાહેર, ઈમેલ અને મોબાઈલ નંબરથી મગાવ્યા મંતવ્યો
AAP આવતીકાલે ગુજરાતના CM પદના ઉમેદવાર કરશે જાહેર, ઈમેલ અને મોબાઈલ નંબરથી મગાવ્યા મંતવ્યો

By

Published : Nov 3, 2022, 11:17 AM IST

Updated : Nov 3, 2022, 11:32 AM IST

અમદાવાદરાજ્યમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આમ આદમી પાર્ટી (Gujarat Aam Aadmi party) પૂરજોશમાં અન્ય પાર્ટીને ટક્કર આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી મુખ્યપ્રધાન પદના ઉમેદવારની (AAP CM Candidate) આવતીકાલે જાહેરાત કરશે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી ઈમેલ અને મોબાઈલ નંબર જાહેર કર્યા હતા. ને તેના માધ્યમથી મુખ્યપ્રધાન પદના ઉમેદવાર (AAP CM Candidate) અંગે જનતાના વિવિધ મંતવ્ય મગાવ્યા હતા. એટલે કે, તેમણે પાર્ટીનો મુખ્યપ્રધાન પદ પરનો ઉમેદવાર હશે તે નિર્ણય જનતા પર છોડ્યો હતો.

ગુજરાત પ્રચારમાં ધ્યાન આપી રહી છે પાર્ટી મહત્વનું છે કે, AAP ગુજરાત ચૂંટણીના પ્રચારમાં (Aam Aadmi party Election Campaign) સંપૂર્ણપણે ધ્યાન આપી રહી છે. સાથે જ આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Delhi CM) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનથી લઈને અન્ય મોટા નેતાઓ પણ ગુજરાતમાં પાર્ટીના પ્રચાર માટે આવી રહ્યા છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટીએ બધી બેઠકો પર કેમ્પેઇનિંગ પણ શરૂ કરી દીધું છે.

ત્રિપાંખિયો જંગ જોવા મળશે સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મોટી જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધી ગયો છે. ત્યારબાદ હવે આમ આદમી પાર્ટી આ વખતે પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. એટલે કે રાજ્યમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

ચૂંટણીમાં થશે રસાકસી આપને જણાવી દઈએ કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ભારે રસાકસીભરી જંગ જોવા મળી હતી. એટલે કે તે વખતે મુખ્ય 2 જ પક્ષ ચૂંટણીના મેદાને હતા. ત્યારે હવે આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવા મેદાને આવી છે. એટલે આ વખતે ત્રણ રાજકીય પાર્ટી વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે આવા માહોલને લઈને ગાંધીનગરથી લઈને 33 જિલ્લામાં રાજકીય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

AAPએ સૌથી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં જ તમામ પાર્ટીઓ પહેલાં ઉમેદવારોની યાદી જાહેર (AAP Candidates List ) કરી દીધી છે. તેને લઈને મોટી અસર જોવામાં આવે છે. જોકે, હજી પણ અલગ અલગ બેઠકો પર પાર્ટી નામોની યાદી જાહેર કરશે.

Last Updated : Nov 3, 2022, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details