ગુજરાત

gujarat

ETV Bharat / state

Guinness World Records 2023: સાઇના નહેવાલને રોલ મોડલ બનાવી માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ

Guinness World Records for ruby cubes: અમદાવાદમાં રહેતી માત્ર 6 વર્ષ કનીકાએ ઇન લાઇન સ્કેટ સાથે 10 મિનિટ 33 સેકન્ડમાં 3×3, 2×2 સ્કવેબ, પીરામિક્સ અને મિરર ક્યુબ્સ ઉકેલ્યા અને 1 ઓક્ટોબર 2021ના રોજ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે તાજેતરમાં જ ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યુ છે. આ સાથે જ તેણે અનેક રેકોર્ડ તેના નામે કર્યા છે.

Guinness World Records 2023: સાઇના નહેવાલને રોલ મોડલ બનાવી માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ
Guinness World Records 2023 More than 100 medals won by just 6 years girl from ahmedabad

By

Published : Jul 5, 2023, 12:47 PM IST

Updated : Jul 5, 2023, 9:18 PM IST

મારી મમ્મીએ મને ક્યુબ શીખવાડ્યું: કનીકા

અમદાવાદ: કંઈ નવું શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી. ગમે તે ઉંમરે શીખી શકાય છે. અમદાવાદમાં રહેતી માત્ર 6 વર્ષની કનીકાએ મોટા લોકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. માત્ર 6 વર્ષની ઉંમરે જ અલગ અલગ 55 જેટલી વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લઈને મેડલો જીત્યા છે, ત્યારે તાજેતરમાં જ તેને ગિનિસ બુુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાણી કરાવી હતી. જ્યાં તેને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ

4 વર્ષની ઉંમરે શરૂઆત કરી:કનીકાએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, મને કોરોના સમયમાં ટીવી જોતી વખતે વિચાર આવ્યો કે, હું કઈ અલગ કરું ત્યારે મારી મમ્મીએ મને ક્યુબ શીખવાડ્યું હતું અને મને નજીકમાં રહેતા સર પાસે ક્યુબ શીખવા મોકલતા હતા. હું ધીમે ધીમે શીખી ગઈ છું. મને ક્યુબની સાથે સાથે ડાન્સ મોડલનો પણ ખૂબ શોખ છે. કનીકાના માતાએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેને કોરોના સમયમાં જન્મદિવસ નિમિત્તે ગિફ્ટમાં એક ક્યુબ મળ્યુ હતુ અને તેણે 3×3ના ક્યુબથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. સાડા ચાર વર્ષની ઉંમરે અલગ અલગ ક્યુબ પુર્ણ કર્યા હતા. જ્યારે તેને ક્યુબ શીખવાની શરૂઆત કરી ત્યારે મેડલ કઈ રીતે પ્રાપ્ત થાય તેની માહિતી જ ન હતી પરંતુ તેને સાઇના નહેવાલની ફિલ્મ જોઈને તેને અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેવા માટેની માહિતી મળી હતી.

માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ

100થી વધુ મેડલ કર્યા નામે:કનિકા હાલ 6 વર્ષની ઉંમર ધરાવે છે, પરંતુ તેની પાસે 100થી વધુ અલગ અલગ મેડલ છે. જેમાં 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેને 25થી વધુ સ્ટેટ લેવલની ટૂર્નામેન્ટ અને 20થી વધુ નેશનલ લેવલની ટુર્નામેન્ટ રમી છે. તેને માત્ર 5 વર્ષની ઉંમરમાં જ સાત જેટલા રેકોર્ડ બનાવ્યા હતા. તે માત્ર ક્યુબમાં જ નહીં પરંતુ મોડેલિંગ,મ્યુઝિકલ, સ્કેટિંગમાં પણ એટલી જ એક્ટિવ જોવા મળી રહી છે. કનિકાએ ક્યુબમાં તો 100 થી વધુ મેડલ મેળવ્યા છે. પરંતુ સાથે સાથે મોડેલિંગમાં ગુજરાતમાં 12 જેટલા શોમાં સ્પર્ધા ભાગ લીધો હતો. તે તમામમાં તે વિજેતા બની હતી. આ ઉપરાંત મ્યુઝિકમાં 4 ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત સ્કેટિંગમાં ગોવા અને આગ્રા ખાતે પણ ભાગ લીધો હતો. જેમાં ગોવા ખાતે 4 ગોલ્ડ મેડલ અને આગરા ખાતે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.

માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ

મેડલની વણઝાર:6 વર્ષની કનિકાએ મેડલની એક વણઝાર લગાવી હોય તેવું લાગી રહ્યું છે. તેને પોતની નાની ઉંમરે જ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, હાઈ રેન્જ બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાના નામે કર્યા છે.જેમાં તેને 3×3 ક્યુબમાં રનર અપ, 2×2 ક્યુબમાં રનર અપ, મિરર ટ્યુબમાં ચેમ્પિયન 4×4 ટ્યુબમાં ચેમ્પિયન કેપ ટ્યુબમાં ચેમ્પિયન ત્રણ ક્યુબ્સ રિલેમા ગોલ્ડ મેડલ બ્રોઝ મેડલ જીત્યો છે. મ્યુઝિકલ માટે રાષ્ટ્રીય સ્પર્ધામાં 4 ગોલ્ડ જીત્યા છે. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યમાં યોજાયેલી સ્પર્ધામાં પણ ભાગ લઈને મેડલ પ્રાપ્ત કર્યા છે.

માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ

ભારતના વડાપ્રધાનનું નામ લખવા બદલ પ્રશંસા:કનિકાએ 4 વર્ષ 8 મહિનાની ઉંમરે તમામ ભારતીય રાજ્યો તેમની પાટનગર 5 મહાસાગરો, 7 ખંડો, વિશ્વની 7 અજાયબી, 4 રાષ્ટ્રીય પ્રતીકો, ભારતના વડાપ્રધાનનું નામ લખવા બદલ કનિકાની વર્લ્ડ ઇન્ડિયા બુક ઓફ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના તમામ પ્રધાન અને ભારતને રાજધાની નામ યાદ કર્યા હતા. તે હવે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરીને પોતાને એક્ટિવ રાખે છે. કનીકાને અલગ અલગ વસ્તુઓ શીખવાનો શોખ હોવાને કારણે આ સફળતા મેળવી શકી છે.

માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ
  1. Surat monitor lizard: એપાર્ટમેન્ટમાં 3.5 ફુટની મોનિટર લિઝાર્ડને જોઈ લોકોના જીવ અધ્ધર
  2. Teesta Setalvads plea: ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે તિસ્તા સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Last Updated : Jul 5, 2023, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details