ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. નવીન શેઠે આ માહિતી આપતા જણાવ્યું હતું, કે વિદ્યાર્થીઓને વધુ રોજગારક્ષમ બનાવવા આ કરાર કરવામાં આવ્યા છે અને એન્જિનિઅરિંગના વિદ્યાર્થીઓને કામકાજમાં આવશ્યક કૌશલ્યો વિશે જાણકારી મળી રહે તે માટે વોડાફોન ઈન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી અભ્યાસક્રમમાં સુધારા વધારા કરવાનું નક્કી કર્યું છે. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ પછી ઈન્ટર્નશીપ અને નોકરી કે ઉદ્યોગ શરૂ કરે ત્યારે તકલીફો ન પડે.
GTU ડેટા અનૅલિસિસમાં લિનક્સ ફંડામેન્ટલ અને આર્ટિફિશલ ઈન્ટેલિજન્સના ઈ-કોર્સ શરૂ કરશે - e-course
અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ડેટા અનૅલિસિસમાં લિનક્સ ફંડામેન્ટલ અને આર્ટિફિશલ ઈન્ટેલિજન્સના ઈ-કોર્સ શરૂ કરશે. વોડાફોન ફાઉન્ડેશન સાથે થયેલા કરાર અંતર્ગત ફેકલ્ટી ડેવલપમેન્ટ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે.
GTU ડેટા એનાલિસીસમાં લિનક્સ ફંડામેન્ટલ અને આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સના ઈ-કોર્સ શરૂ કરશે
આ કરાર પર GTUના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ.જે.સી.લિલાણી અને વોડાફોન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા. જીટીયુ ચાંદખેડા કેમ્પસમાં આ કરાર કરવામાં આવ્યા તે પ્રસંગે વોડાફોન ફાઉન્ડેશનના વડા ડૉ.નિલય રંજન, પ્રોગ્રામ મેનેજરો, રાહત બહલ અને વૈભવ ઓસવાળ ઉપસ્થિત રહ્યા હતા. આ લર્નિંગ વીથ વોડાફોન કાર્યક્રમ અંતર્ગત આ કરાર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ વિવિધ શિષ્યવૃત્તી પણ ઑફર કરવામાં આવશે. જે GTU હાલમાં સ્માર્ટ સિટીના લગતા 10 ઈ-કોર્સ ચલાવે છે.