ગુજરાત

gujarat

ETV Bharat / state

GST ઈન્ટેલિજન્સ સૂરતે બોગસ બિલ કૌભાંડનો પર્દાફાર્શ કર્યો

અમદાવાદ: ડાયરેક્ટરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ (D.G.G.I.)ના સુરત ઝોનલ યુનિટ દ્વારા GSTના સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું હતું. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુના બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

By

Published : Aug 7, 2019, 7:38 PM IST

આ રેકેટના સુત્રધારો પૈકીના એક અસલમ સોદાગર શેખે એમની ફર્મમાં 19 જેટલી ફર્મ પાસેથી ખરીદી દર્શાવી છે. જે પૈકીની 16 જેટલી ફર્મ ક્યાંય અસ્તિત્વ ધરાવતી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમણે તપાસ દરમિયાન સ્વીકાર્યું છે કે, તેઓ બોગસ બિલના આધારે ક્રેડિટ મેળવતા હતા. તેમજ આ બોગસ ફર્મ પૈકી કોઈપણ ફર્મના પ્રોપરાઈટરને મળ્યા નથી કે જાણતા પણ નથી. તેઓએ અંદાજે રૂપિયા 7.7 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ આ બોગસ ફર્મ પાસેથી મેળવી છે.

આ સમગ્ર રેકેટમાં ઘણા લોકો અને ફર્મ સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવ્યું છે. જે અંગે તપાસ ચાલુ છે, પ્રાથમિક અંદાજ મુજબ, આ બધી બોગસ ફર્મ દ્વારા માલના સપ્લાય વગર અંદાજિત રૂપિયા 100 કરોડથી પણ વધુની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી તપાસ દરમિયાન કુલ 54 જેટલી બોગસ ફર્મ શોધી કાઢવામાં આવી છે. જેની GSTની નોંધણી રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત 33 જેટલા બેન્ક ખાતાને કાયદાકીય રીતે અટેચ કરવામાં આવ્યા છે.

આ સંદર્ભમાં અસલમ શેખની ધરપકડ કરવામાં આવી છે. અને માનનીય ચીફ ડિશિયલ મેજીસ્ટ્રે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અસલમ શેખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details