ગુજરાત

gujarat

ETV Bharat / state

બેન્ક કે સંપત્તિ ટાંચમાં લેવાની GSTને સતા નથી: હાઇકોર્ટ - gujarat high court

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા ટાંચમાં લેવામાં આવેલા બેન્ક ખાતા તેમજ ઓફિસ-ગોડાઉન સત્તાક્ષેત્ર વગર ટાંચમાં લેવામાં આવ્યા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું હોવાનું અવલોકન કરી ગુજરાત હાઇકોર્ટે બેન્ક ખાતુ મુક્ત કરવાનો આદેશ કર્યો છે. અમદાવાદના એક વેપારીને જાણ કર્યા વગર તેના બેન્ક ખાતા સહિતની કેટલીક સંપત્તિ ટાંચમાં લેવાતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટ

By

Published : Nov 12, 2019, 11:50 PM IST

અરજદારની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત છે કે, સ્ટેટ ટેક્સ વિભાગના અમદાવાદ સ્થિત આસિસ્ટન્ટ કમિશ્નર દ્વારા સી.જી.એસ.ટી.ના સેક્શન-૮૩ હેઠળની કાર્યવાહી તેમની સામે શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત તેમનું બેન્ક ખાતુ, ઓફિસ-ગોડાઉન તેમજ રૂપિયા ૬.૬૩ કરોડના મૂલ્યની ક્રેડિટ લેજર ટાંચમાં લેવામાં આવી છે. આ વસ્તુઓ ટાંચમાં લેવા અંગેની તેમને કોઇ જાણ કરવામાં આવી નથી ઉપરાંત તે અંગેના આદેશ કે દસ્તાવેજ પણ અરજદારને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. આ રજૂઆતોને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે નોંધ્યુ છે કે અરજદારના બેન્ક ખાતા અને સંપત્તિ ટાંચમાં લેવાની કામગીરી જી.એસ.ટી. વિભાગના સત્તાક્ષેત્ર બહારની હતી. તેથી તેમના બેન્ક ખાતા અને રૂપિયા ૬.૬૩ કરોડની ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details