અમદાવાદઃહેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીકમામલે (Paper leak of secondary service selection board )રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં મણિનગર ખાતે આવેલ અસિત વોરાના ઘરની બહાર NSUI દ્વારા ડુપ્લીકેટ ચલણી નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી સંગઠન NSUI
પેપર લિકમાં રાજકીય પક્ષો સરકાર પર ગંભીર આક્ષેપો કરી રહી છે ત્યારે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પરીક્ષા (Paper leak protests NSUI )રદ્દ કરવી જોઈએ અને અસિત વોરાના રાજીનામાની માંગસાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અસિત વોરાના ઘર બહાર ચુસ્ત પોલીસ બંદોબદત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે NSUIદ્વારા સરકાર હાય હાય અને અસિત વોરા કૌભાંડીના નારા સાથે તેન ઘરની બહાર વિરોધ કર્યો હતો. આ સાથે જ ચિલ્ડ્રણ બેંકની નોટો ઉડાડી રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો. ત્યારે પોલીસે તમામ (Ahmedabad City Police )કાર્યકર્તાઓની અટકાયત કરી છે.