અમદાવાદ શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર અમદાવાદ:નવનિયુક્ત પોલીસ કમિશનર જી.એસ માલિકની વિગતવાર વાત કરવામાં આવે તો જ્ઞાનેન્દ્રસિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના આઈપીએસ અધિકારી છે, તેઓ હરિયાણા રાજ્યના વતની અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું છે.અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.
અમદાવાદના નવા પોલીસ કમિશનર જી.એસ મલિકે જ ચાર્જ સંભાળતા જ સૌથી પહેલા આ કામ કરવાનું આપ્યું નિવેદન ફરજ બજાવી:આઇપીએસ તરીકે ગુજરાત કેડરમાં જોડાઈ તાલીમ બાદ તેઓ એસપી ભુજ તરીકે નિમણૂક પામ્યા હતા, તેમણે ડાંગ પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય ભરૂચ અને કચ્છ 6 જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે અને ચાર રેન્જ જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને બોર્ડર રેન્જ આઈજી તરીકે સેવા આપી છે. તેઓ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે તેમજ અમદાવાદ અને વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત સીઆઇડી (ક્રાઈમ), સીઆઈડી( ઇન્ટેલિજન્સ), ACB, પ્રોહીબિશન અને આબકારી વિભાગ જેવા એકમોમાં તેમજ ગૃહ વિભાગ ગાંધીનગર ખાતે ગૃહ સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
અમદાવાદના નવા પોલીસ કમિશનર જી.એસ મલિકે જ ચાર્જ સંભાળતા જ સૌથી પહેલા આ કામ કરવાનું આપ્યું નિવેદન "મેં અગાઉ અમદાવાદમાં DCP ક્રાઈમ અને સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવી છે, સરકારે મારા પર જે ભરોસો મુક્યો છે, તેમાં હું ખરો ઉતરીશ. પોલીસનું મુખ્ય કામ પ્રિવેન્શન, ડિટેક્શન અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનું છે. ટ્રાફિકના હમણાં જે એક્સિડન્ટ થયા તે અટકાવવા કામ કરવામા આવશે. દારૂ જુગાર જેવી પ્રવતી નહિ ચલાવવામાં આવે. સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે, તેની સામે પોલીસ કામ કરશે. ગુનેગારોને પોલીસનો ડર રહેવો જોઈએ તે મુજબ કાર્યવાહી થશે. ડ્રગ્સના દૂષણને દૂર કરવામા આવશે. અમદાવાદના લોકો પણ અમને સહયોગ આપે, અને આવી કોઇ પ્રવુતિ ધ્યાનમાં આવે તો જાણ કરે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ છે"-- જી.એસ મલિક (મદાવાદના નવા પોલીસ કમિશનર)
અમદાવાદના નવા પોલીસ કમિશનર જી.એસ મલિકે જ ચાર્જ સંભાળતા જ સૌથી પહેલા આ કામ કરવાનું આપ્યું નિવેદન
ગેંગના સભ્યની હત્યા:વર્ષ 1990 ના દાયકામાં જ્યારે પોરબંદરને ગુજરાતના શિકાગો તરીકે ઓળખવામાં આવતું હતું, ત્યારે જી.એસ મલીકે 1997-98માં એસપી પોરબંદર તરીકે ગેરકાયદેસર હથિયારોનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો હતો. કુખ્યાત ગોડમધર સંતોકબેન જાડેજા સહિત કુખ્યાત અસામાજિક ટોળકીની પ્રવૃત્તિઓને તોડી પાડી હતી.વર્ષ 1998 થી 2000 દરમિયાન તેઓએ એસપી સુરેન્દ્રનગર તરીકે વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષોને નિયંત્રિત કર્યા હતા અને ઘણી ગુનાહિત ગેંગોને અંકુશમાં લીધી હતી.
અમદાવાદના નવા પોલીસ કમિશનર જી.એસ મલિકે જ ચાર્જ સંભાળતા જ સૌથી પહેલા આ કામ કરવાનું આપ્યું નિવેદન હત્યા કેસને શોધી કાઢ્યો:જે બાદ વર્ષ 2001માં અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે તેમણે વિસ્તારમાં ONGC ની પાઇપ લાઇનમાં જમીન માફીયાઓ અને ઓઇલ ચોરી કરતી ગેંગના નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી પાડી હતી. વર્ષ 2001 માં અમદાવાદ શહેરના ડીસીપી ક્રાઈમ તરીકે તેમણે વહાબ ગેંગ સહિત વિવિધ કુખ્યાત ગેંગની ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ રીતે તોડી પાડી હતી. તેમણે એકલા હાથે સુભાષસિંઘ ઠાકોર ગેંગના સભ્યની હત્યા કેસને શોધી કાઢ્યો હતો.
અમદાવાદના નવા પોલીસ કમિશનર જી.એસ મલિકે જ ચાર્જ સંભાળતા જ સૌથી પહેલા આ કામ કરવાનું આપ્યું નિવેદન અસરકારક રીતે નિયંત્રિત:સેલ્યુલર ફોનનો વિશ્લેષણનો ઉપયોગ કરીને અમદાવાદ શહેરમાં કાર્યરત ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જનો પણ પર્દાફાશ કર્યો હતો. વર્ષ 2002માં કોસોવો (યુગોસ્લાવિયા) માં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં સેન્ટ્રલ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન યુનિટમાં એક ઉત્કૃષ્ટ અને સંપૂર્ણ વ્યવસાયિક યુદ્ધ અપરાધ તપાસકર્તા તરીકે તેમના કાર્યની ખૂબ જ પ્રશંસા થઈ હતી. વર્ષ 2003-2004 માં ડીસીપી પ્રોહીબીશન એન્ડ એક્સાઇઝ રાજકોટ ડિવિઝન તરીકે તેમણે માદક દ્રવ્યોના ઘણા કેસો શોધીને નાર્કોટિક્સના દુરુપયોગને અસરકારક રીતે નિયંત્રિત કર્યું હતું. જે બાદ વર્ષ 2004 થી 2006 સુધી ભરૂચના એસપી તરીકે તેમણે ઓન-શોર ઓઇલ ચોરીની ગેંગને સંપૂર્ણપણે તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તે સમયે વોન્ટેડ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની પણ ધરપકડ કરી હતી અને તેને લગભગ બે મહિના જેલમાં ધકેલી તેની પ્રવૃત્તિઓ પણ અંકુશ રાખ્યો હતો. તેમના પુત્ર મહેશ વસાવા ધારાસભ્યની પણ એક કેસમાં તેઓએ ધરપકડ કરી હતી.
પર્દાફાશ કર્યો:વર્ષ 2007માં જી.એસ મલિકે એસપી કચ્છ તરીકેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની આઈએસઆઈ સંસ્થા દ્વારા કચ્છ દરિયા કાંઠેથી પાકિસ્તાની ફિશિંગ બોટ દ્વારા નકલી નોટો હથિયારો દારૂગોળો વગેરે મધદરિયે ઇન્ડિયન બોટમાં હેરાફેરી કરવાની ગેરકાયદેસર દેશવિરોધી અને ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. તેઓએ આઈએસઆઈ સંસ્થા દ્વારા પાકિસ્તાનમાં છપાતી ભારતીય ચલણી નોટોના રાષ્ટ્રીય વ્યાપી નેટવર્કને ઉજાગર કર્યો હતો. તેમાં સંડોવાયેલા આરોપીઓની ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરી હતી. જી.એસ મલિક દ્વારા આપવામાં આવેલા ઈનપુટ ના આધારે આંધ્રપ્રદેશ પોલીસે હૈદરાબાદથી રૂપિયા 2.36 કરોડની નકલી ભારતીય ચલણી નોટો પણ જપ્ત કરી હતી. ISI સંસ્થા ગુજરાત ખાતે બનાવેલ ચાર સ્લીપર સેલનો પણ તેઓએ પર્દાફાશ કર્યો હતો.
મહત્વપૂર્ણ જગ્યા ઉપર નિયુક્ત:વધુમાં વાત કરવામાં આવે તો વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિવિધ સંવેદનશીલ મુદ્દાઓને સંભાળવામાં તેમની નિષ્પક્ષતા અને વ્યવસાયિકતાને કારણે તેમને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર CID ક્રાઈમથી ડીઆઈજી બોર્ડર રેન્જની મહત્વપૂર્ણ જગ્યા ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ જ્યારે એસીબીમાં ફરજ બજાવતા હતા, તે દરમિયાન ડિસેમ્બર 2012માં ઇલેક્શન વખતે ચૂંટણી પંચે તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સરળ સંચાલન માટે ભરૂચ પોલીસને મદદ કરવા માટે પણ પસંદ કર્યા હતા. વર્ષ 2007 -2008માં બોર્ડર રેન્જના ડીઆઈજી તરીકેની ફરજ દરમિયાન તેઓએ પાકિસ્તાની કાર્યરત ગેંગ દ્વારા બનાવટી વિઝા આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
ગેંગના સભ્યો સામે ગુના:વર્ષ 2010-2011 માં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર તરીકે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનના સંસનાટી ભર્યા ત્રણ બોમ્બ બ્લાસ્ટના કેસને શોધી કાઢવામાં અને કુખ્યાત મહેશ હરજાણી ગેંગના નવ સભ્યોની ધરપકડ કરવામાં અંગત રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2011- 12 માં અમદાવાદ રેન્જ ડીઆઇજી તરીકેની તેમની ફરજ દરમિયાન તેઓએ સાંપ્રદાયિક અને જૂથ અથડામણોને અસરકારક રીતે નિયંત્રિત કરી હતી. ઉપરાંત જમીન માફિયા વિરુદ્ધ પણ કડક કાયદેસરની કાર્યવાહી કરી અનેક ગેંગના સભ્યો સામે ગુના દાખલ કર્યા હતા.
રકારની રેવન્યુમાં:વર્ષ 2012 થી 2014 દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના સંયુક્ત અને અધિક નિયામક તરીકે સરકારના ભ્રષ્ટ કર્મચારી અધિકારીઓમાં ભય પેદા કરવામાં તેઓ સફળ રહ્યા હતા. રાજ્યની આરટીઓ ચેકપોસ્ટ પર તેમની અસરકારક કાર્યવાહીના પરિણામ સ્વરૂપે સરકારની રેવન્યુમાં પણ વધારો થયો હતો.વર્ષ 2014 થી 2016 દરમિયાન સચિવ ગૃહ તરીકે તેમણે નવા અભિગમના ભાગરૂપે અમદાવાદ શહેર માટે 14 નવા ટ્રાફિક પોલીસ સ્ટેશનની દરખાસ્ત મંજૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત 1949 ના સુધારા અધિનિયમની કમિટીનું પણ તેમણે નેતૃત્વ કર્યું હતું.
બળાત્કારના કેસનું સુપર વિઝન:2016-17 માં વડોદરા રેન્જના આઈજીપી તરીકે પારુલ યુનિવર્સિટીના ચેરમેન જયેશ પટેલ દ્વારા કરાયેલા બળાત્કાર બળાત્કારના કેસનું સુપર વિઝન કર્યું હતું. તે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા હતા અને જેલમાં જ મૃત્યુ પામ્યા હતા. જે કેસની તપાસને નામદાર નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમણે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ પ્રોહીબિશનની રેડ સુપરવાઇઝ કરી હતી. જેમાં 273 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને આ કેસની પ્રવૃત્તિઓ ઉપર રાજ્ય વ્યાપી અસર પડી હતી.
વિવિધ જગ્યાઓએ દરોડા:જી.એસ મલિકે વર્ષ 2017-18માં IGP/ એડીજીપી સુરત રેન્જ તરીકે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર બિનવારસી મૃતદેહોમાંથી ગુમ થયેલા વ્યક્તિઓને મેચ કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જે મોડલ ઉપર સમગ્ર રાજ્યમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ડીજીપી અને રાજ્ય સરકાર દ્વારા તેને બિરદાવવામાં આવી હતી. તેમણે સુરત રેન્જમાં દારૂ માફીયાઓને અસરકારક રીતે નિયંત્રિત કર્યા હતા અને દમણ વિસ્તારમાં પણ વિવિધ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા.
ગુજરાતના પોલીસ કર્મચારી:અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ મલીકે વર્ષ 2014 થી 2018 દરમિયાન ગુજરાતમાં આઈએસઆઈ દ્વારા બનાવેલા ચાર સ્લીપર સેલ પણ શોધી કાઢ્યા હતા. તેઓના નિયમિત પોસ્ટિંગ ઉપરાંત ડાયરેક્ટર ACB, સચિવ (ગૃહ), વડોદરા રેન્જ અને ADGP સુરત રેન્જ તેઓ ત્રણ વખત પોલીસ કોન્સ્ટેબલની ભરતી બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. તેમની અધ્યક્ષતા હેઠળ 24 હજાર કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી હતી, જેમાં શારીરિક અને લેખિત કસોટીઓ લેવામાં આવી હતી અને પરિણામો 10 મહિનાથી ઓછા સમયમાં સૌથી દોષ રહિત રીતે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ટેકનોલોજીનું મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આમ હાલમાં કુલ ગુજરાતના પોલીસ કર્મચારીઓ પૈકી 20 ટકા પોલીસ કર્મચારીઓ જી.એસ મલિક પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તથા ત્યારે ભરતી કરવામાં આવી હતી.
ખાસ નિયુક્ત કરવામાં આવ્યા:જી.એસ મલિક ખૂબ જ સારા રમતવીર છે, તેઓએ હોર્સ રાઇડિંગ, વ્યક્તિગત ટેન્ટ પેગીંગ ઇવેન્ટ, પિસ્તોલ શૂટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ અને ગોલ્ફમાં મેડલ મેળવ્યા છે. તેઓ બેડમિન્ટન અને ચેસ પણ સારી રીતે રમે છે. તેઓએ વિવિધ પ્રકારના ગુનાઓ શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. એમાં પણ ખાસ કરીને મોબાઈલ કોલ ડેટા આધારે ગુનો શોધવામાં રાજ્ય સ્તરે નિપુણ છે. જેના કારણે તેમને વર્ષ 2008ના અમદાવાદ અને સુરત બોમ્બ વિસ્ફોટના કેસોની તપાસમાં મદદ કરવા માટે ખાસ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- Ahmedabad Crime: જમીન દલાલે ડમી ખેડૂતો ઉભા કરી અન્ય દલાલ સાથે ઠગાઇ આચરી, 4 આરોપીની ધરપકડ
- Ahmedabad Police : અમદાવાદ પોલીસનું સુકાન જાબાંઝ મલિકને સોંપાયું, એક સમયે ચાલુ ધારાસભ્યની કરી હતી ધરપકડ