ગુજરાત

gujarat

ETV Bharat / state

GSEB SSC Result 2022: ધોરણ 10નું પરિણામ જાહેર, આ વર્ષના પરિણામમાં છે, પહેલાના પરિણામ કરતા તફાવત - standard 10 result

ધોરણ 10નું પરિણામ જાહેર (Standard 10 result declared)થયું છે. આ વર્ષે 2020ની તુલનામાં એક ટકા પરિણામ વધુ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ 11 ટકા જેટલું (SSC 10th Result 2022)વધુ આવ્યું છે. અમદાવાદ શહેરનું 63.58 ટકા અને ગ્રામ્યનું 63.58 ટકા પરિણામ આવ્યું છે શહેરમાં 586 અને ગ્રામ્ય માં 594 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.

GSEB SSC Result 2022:ધોરણ 10નું પરિણામ જાહેર, આ વર્ષે 2020ની તુલનાએ પરિણામમાં તફાવત
GSEB SSC Result 2022:ધોરણ 10નું પરિણામ જાહેર, આ વર્ષે 2020ની તુલનાએ પરિણામમાં તફાવત

By

Published : Jun 6, 2022, 3:26 PM IST

અમદાવાદઃ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 65.18 ટકા પરિણામ(Standard 10 result declared) આવ્યું છે. આ વર્ષે 2020ની તુલનામાં એક ટકા પરિણામ વધુ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ 11 ટકા જેટલું વધુ આવ્યું છે. જ્યારે પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ (SSC 10th Result 2022)જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા.

ધોરણ 10નું પરિણામ

આ પણ વાંચોઃધોરણ 10નું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને છોડ્યા પાછળ

આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ -ધોરણ 10માં સૌથી વધુ પરિણામ (GSEB Result 10th Exam)સુરત જિલ્લાનું આવ્યું છે અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ(GSEB SSC Result 2022)મેળવ્યું છે. અમદાવાદ શહેરનું 63.58 ટકા અને ગ્રામ્યનું 63.58 ટકા પરિણામ આવ્યું છે શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. શહેરમાં બી અને સી ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પરીક્ષામાં અમદાવાદ શહેરમાં 48,755 અને ગ્રામ્ય માં 40,584 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃધોરણ 10ના પરિણામમાં સુરતી લાલાઓએ માર્યું મેદાન

2020ની તુલનાએ એક ટકા જેટલું પરિણામ વધુ -કોરોના કાળની શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યાર બાદના 75 દિવસ બાદ 9મી જૂન 2020 ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે 2020 માં ધોરણ 10 નું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું ત્યારે 2019 કરતા પાંચ ટકા ઓછું પરિણામ જાહેર થયું હતું પરંતુ આ વર્ષે 2020ની તુલનાએ એક ટકા જેટલું પરિણામ વધુ આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details