ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના શાસ્ત્રીનગર વિસ્તારથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ - ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 391 કેસ

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 391 કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળામાં 191 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તો 34 લોકોના મોત કોરોના વાયરસના લીધે થયા છે. 38 દર્દીઓની તબિયત ખરાબ હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 6184 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.

ahmedabad
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોન

By

Published : May 18, 2020, 12:47 PM IST

અમદાવાદ : રાજ્યમાં રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 39.53% થયો છે. ભારતમાં વેન્ટિલેટર મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઇને ગુજરાતથી ધમણ-1 વેન્ટિલેટર અન્ય રાજ્યમાં પણ મોકલાશે. આ ધમણ-1માં અન્ય પાર્ટ્સ લગાવવામાં આવશે. વધારાની એસેસરિઝ લગાવવામાં આવશે.

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના શાસ્ત્રીનગર વિસ્તારથી લાઇવ રિપોર્ટ
બીજી તરફ, અમદાવાદ શહેરમાં રાશન કાર્ડધારકોને અનાજ વિતરણ શરૂ થયું છે. અમદાવાદ શહેરમાં કાર્યરત 750 વ્યાજબી ભાવની દુકાનો ઉપરથી કુલ 7,11,504 નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-1 કાર્ડ ધારકોને તા. 18 થી 23 મેં દરમિયાન કાર્ડ દીઠ ઘઉં 10 કિ.ગ્રા. ચોખા ૩ કિ.ગ્રા. ખાંડ 1 કિ.ગ્રા અને ચણાદાળ 1 કિ.ગ્રાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 10 વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 8:00 કલાકથી બપોરના 01:00 વાગ્યા સુધી જ રાશન વિતરણ કરવામાં આવશે. જ્યારે એ સિવાયના વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનો ઉપર સવારે 08:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી રાશન જથ્થો વિતરણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details