હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે તાપમાન 43 થી 44 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી દ્વારા આગાહી કરવામાં આવી છે કે,આગામી બે થી ત્રણ દિવસ સુધી તાપમાન 44 થી 45 ડિગ્રીની આસપાસ રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45.3 ડિગ્રી નોંધાતા સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું .જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અમદાવાદ શહેરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
ગરમીનો પ્રકોપ યથાવત, 45 ડિગ્રી તાપમાને ગાંધીનગરઅગનભઠ્ઠીમાં શેકાયું
રાજકોટ શહેરનું તાપમાન ૪૪.૫ ડિગ્રી ,વડોદરાનુ તાપમાન ૪૧.૫ ડિગ્રી, ડીસા ૪૩.૪ ડિગ્રી, વલ્લભવિદ્યાનગર ૪૧.૬ ડિગ્રી, ભુજ ૪૧.૪ ડિગ્રી, ભાવનગર ૪૦.૩ ડિગ્રી જ્યારે સુરત ૩૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરનું તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર નોંધાયું છે. હજુ બે થી ત્રણ દિવસ તાપમાન સમાન રહેશે જેના કારણે લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડશે