ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ગુજરાત ATSની મોટી સફળતા, 50થી વધુ હથિયાર સાથે 9ની ધરપકડ - Great success of Gujarat ATS in Ahmedabad

રાજ્યમાં આતંકી હુમલાને પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ATS ને મોટી સફળતા મળી છે. જેમાં 50થી વધુ હથિયાર સાથે અલગ અલગ જગ્યાએથી કુલ 9 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad
અમદાવાદમાં ગુજરાત ATS

By

Published : Jun 20, 2020, 12:55 PM IST

અમદાવાદ : ગુજરાત ATS એ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી સફળતા મળી છે. ATS એ કચ્છ, મોરબી, અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિત અનેક જગ્યાએ સર્ચ કર્યું હતું. ત્યારે 54 જેટલા હથિયારો મળી આવ્યા હતા.

અમદાવાદમાં ગુજરાત ATS ની મોટી સફળતા

જેમાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ હથિયાર ક્યાંથી ક્યાં લઈ જવામાં આવવાના હતા અને તે કોને મંગાવ્યા હતા તે અંગે ATS એ વધુ પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details