ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદના રોડ શૉના રુટ પર ગ્રાન્ડ રિહર્સલ - ahemdabad latest news

અમદાવાદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અગામનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે, સુરક્ષામાં પણ કોઈ ચૂક ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત અંગે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ
અમદાવાદઅમદાવાદ

By

Published : Feb 22, 2020, 6:45 PM IST

અમદાવાદઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાના છે. ત્યારે તેમના રુટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી SPG, સિક્રેટ સર્વિસીના જવાનો, શહેર પોલીસ કમિશનર, ACP, DCP, PI સહિતના અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ સમયે સમગ્ર રુટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદના રોડ શૉના રુટ પર ગ્રાન્ડ રિહર્સલ

એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના સમગ્ર રુટ પર પોલીસ અને SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં કેટલીક જગ્યાએ રિહર્સલ દરમિયાન પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હજુ SPG અને સિક્રેટ સર્વિસીસને સાથે રાખીને ફરીથી રિહર્સલ કરવામાં આવશે અને 24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પ આવશે ત્યારે સમગ્ર રુટ પર થ્રી લેયરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details