ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરાયું

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જે.પી. નડ્ડા પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની ત્રિ-દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ઉપસ્થિતિ આપશે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કરાયું ભવ્ય સ્વાગત
અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કરાયું ભવ્ય સ્વાગત

By

Published : Jan 5, 2021, 6:48 AM IST

Updated : Jan 5, 2021, 7:01 AM IST

  • ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર નડ્ડા ગુજરાતની મુલાકાતે
  • ભાજપા દ્વારા એરપોર્ટ અને પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે સ્વાગત કરાયું
  • ભાજપ અધ્યક્ષના સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જે.પી. નડ્ડા પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની ત્રિ-દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકમાં હાજરી આપશે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કરાયું ભવ્ય સ્વાગત

એરપોર્ટ પર પ્રદેશ ભાજપ અગ્રણીઓએ જે.પી.નડ્ડાનું સ્વાગત કર્યું

બપોરના સમયે એરપોર્ટ ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવા મોટાપાયે ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર તેમને આવકારવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના પ્રદેશ ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી 'કમલમ' જવાના માર્ગને સ્વાગત બેનરો, ભાજપના ધ્વજ અને તોરણોથી સજાવાયા હતા.

ગરબાની રમઝટ સાથે પ્રદેશ કાર્યાલયે રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગત માટે ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ને રોશની અને ફુલોથી શણગારવા આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગત માટે ઢોલ-નગારા અને નૃત્ય તેમજ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

ભાજપના કાર્યક્રમમાં ફરીવાર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

જો કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના વાઇરસ જતો રહ્યો હોય, તેમ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.

Last Updated : Jan 5, 2021, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details