GPCBના પૂર્વ સભ્ય સચિવ સામે નોંધાયો ગુનો અમદાવાદ :લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન (Anilkumar Shah Case) સભ્ય સચિવ અને હાલ પોરબંદર ખાતે સિનિયર એનવાયરમેન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર શાહ વિરૂધ્ધમાં અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો છે. અનિલ કુમાર શાહે અપ્રમાણિત રીતે ભ્રષ્ટ રીત રસમોથી કરોડો રૂપિયાની જમીન મિલકતો અને સાધનો પોતાના તેમજ તેઓના આશ્રિતોના નામે ખરીદી કરી હોવા અંગેના આક્ષેપો બાબતેની અરજી ACBને મળેલી હતી. જે અંગે એસીબીએ તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવેલી છે.
આ પણ વાંચો :નિવૃત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી
શાહની આવક કરતા 98.07 ટકા મિલકત મળી ACBની તપાસ દરમિયાન અનિલકુમાર શાહની આવક કરતાં 3 કરોડ 57 લાખ 4 હાજર ત્રણસો વીસ રૂપિયા એટલે કે 98.07 ટકા જેટલી અપ્રમાણસર મિલકત મળી આવેલી છે. જેમાં તેમણે ખેતીની જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન, વાહન, બેન્ક લોકર, બેન્ક એકાઉન્ટ સહિતની મિલકતો મળી છે. અનિલકુમાર અગાઉ ગાંધીનગરમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ સમગ્ર મામલે તપાસ માટે SITની પણ નિમણુક કરવામાં આવી છે. (GPCB former member secretary Anilkumar Shah)
આ પણ વાંચો :અમદાવાદ : વર્ગ-3ના કર્મચારી પાસે 8 કરોડની અપ્રમાણસર મિલકત, રિસોર્ટનો છે માલિક
કાર્યવાહી તેજ કરવામાં આવી આ સમગ્ર મામલે હાલ ACBએ ACB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. ગુનામાં સામેલ અનિલકુમાર શાહની સામે કડકમાં કડક પગલાં થાય તે પ્રકારની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. (Anilkumar Shah Case disproportionate property)