ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠની અચાનક મુલાકાત લીધી, હાલત જોઈને નારાજગી કરી વ્યક્ત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર સાથે ગુજરાત વિદ્યાપીઠની (Gujarat Vidyapith) અચાનક મુલાકાત લીધી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. (Acharya Devvrat visited Gujarat Vidyapith)

રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠની અચાનક મુલાકાત લીધી, હાલત જોઈને નારાજગી કરી વ્યક્ત
રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠની અચાનક મુલાકાત લીધી, હાલત જોઈને નારાજગી કરી વ્યક્ત

By

Published : Dec 13, 2022, 10:18 PM IST

અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat) લેડી ગવર્નર દર્શનાદેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની બપોરે 4.00 કલાકે અચાનક જ મુલાકાત લીધી હતી. અહીં ભોજનાલય, સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મહાત્મા ગાંધીના આદર્શોની વરેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત તેમજ અપાર ગંદકીને નિહાળી રાજ્યપાલે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. (Governor visited Gujarat Vidyapith)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠની અચાનક લીધી મુલાકાત

રાજ્યપાલે હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યુંરાજ્યપાલે વ્યથા રજૂ કરતા જણાવ્યુ હતું કે, મહાત્મા ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં જ ગંદકી અને જર્જરીત હાલત જોઈ મન દ્રવી ઉઠે છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહનું અહીં પાલન થાય તે માટે રાજ્યપાલ એ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ અચાનક જ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને (Gujarat Vidyapith) રૂમમાં મળ્યા હતા. તેમણે અહીં સ્વચ્છતા તેમજ ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી, જ્યારે લેડી ગવર્નર દર્શનાદેવી મહિલા છાત્રાલય પહોંચ્યા હતા અને અહીંની ગંદકી અને જર્જરિત-દયનીય હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા માટે સમૂહ શ્રમ કરવા અનુરોધ પણ કર્યો હતો. (Gujarat Vidyapith condition)

રાજ્યપાલએ કર્યું અનુરોધ રાજ્યપાલએ આ તકે વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી તેમજ કાર્યકારી રજિસ્ટ્રાર નિખિલ ભટ્ટને તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા ભારપૂર્વક અનુરોધ કરી પોતાનીનારાજગી વ્યક્ત કરીહતી. રાજ્યપાલે અહીં છાત્રાવાસમાં વસતા વિદ્યાર્થીઓને સ્વચ્છાગ્રહી બનાવવાનો આગ્રહ કરી ગુજરાત વિદ્યાપીઠને ગાંધીજીના સપનાનું શિક્ષણ સાધનાનું આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો હતો. (Darshana Devi visit Gujarat Vidyapith)

ABOUT THE AUTHOR

...view details