અમદાવાદઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ લેખિત જવાબમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે, વધુ મહિલા ઉમેદવારોને તક મળે તેના માટે કટ-ઓફ માર્કસને 50 ટકા સુધી ઘટાડી એટલે કે, 62.5 માર્કસ કરી દેવામાં આવશે. ભરતીમાં કુલ પદની સંખ્યામાં નવી 2485 પોસ્ટનો ઉમેરો કરવામાં આવશે. જેથી અનામતને લઈને ઉઠેલી સમસ્યાનું નિવારણ લાવી શકાય. ત્રણ સપ્તાહમાં ભરતી પ્રક્રિયાને પૂરી કરવામાં આવશે. જેમાં તમામ અરજદારોને આવરી લેવામાં આવશે.
હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, આવતીકાલે રાજ્ય સરકાર નવું જીઆર બહાર પાડશે. અરજદારોની માંગણી નવી પોલિસી અંતર્ગત સંતોષાઈ જશે તેવી આશા વ્યકત કરી હતી. આ મુદ્દે વધું સુનાવણી 17મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા OBC, SC અને STના કટ-ઓફ માર્કસ વેબસાઈટ પર જારી કર્યા હતા. પરતું જનરલ કેટેગરી મહિલાઓની યાદી રજૂ કરવામાં આવી નથી અને અરજદાર સહિત 159 જેટલી મહિલાઓની પંસદગી યાદીમાં નામ હોવા છતાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી નથી.
લોકરક્ષક ભરતી વિવાદને ડામવા સરકાર 2485 નવી પોસ્ટ ઉમેરશે - Government will add 2485 new posts to curb lrd recruitment dispute
વર્ષ 2018માં પોલીસ કોન્સટેબલ ભરતીમાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બિન-અનામત વર્ગની મહિલાઓનું મેરિટ લિસ્ટ જાહેર કર્યા વગર તેમને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવ્યા અંગે સરકાર દ્વારા રજુ કરાયેલા જીઆરને પડકારતી અરજી મુદે બુધવારે હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે લેખિત જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મહિલાઓને વધુ તક મળે તે માટે ભરતી માટેના પદોની સંખ્યા અને ભરતીના કટ-ઓફ માર્કસને 50 ટકા કરાશે.
lrd recruitment
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 15મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા હથિયાધારી અને બિન-હથિયારધારી પોલીસ કોન્સટેબલના પદ માટે ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને થોડા સુધારા કુલ પદની સંખ્યા વધારીને 9173 કરી દેવાઈ હતી.