અમદાવાદ: હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ફી મુદ્દે નવો નિણર્ય લેવામાં આવે, ત્યાં સુધી શિક્ષણ પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ પ્રવૃત્તિ જારી રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચુકાદા બાદ હવે શાળા અને સરકાર વચ્ચે બેઠક થઈ શકે છે. જેમાં ફી માં કેટલાક પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકાય છે તેવું સુત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે.
ખાનગી શાળામાં ટ્યુશન ફી મુદ્દે સરકાર નવો નિણર્ય લે: હાઈકોર્ટ
શાળાઓ ફિઝિકલ સ્વરૂપમાં ફરીવાર ન ખુલે ત્યાં સુધી સંચાલકો કોઈપણ પ્રકારની ફી ન વસુલવાના શિક્ષણ વિભાગના ઠરાવનો ચોથો ક્લોસ છે. તેને ગુજરાત હાઈકોર્ટે રદ જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આપેલ આદેશમાં જણાવ્યું છે કે ટ્યુશન ફી મુદ્દે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવવું જોઈએ.
વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી હતી કે કોરોના લૉકડાઉનને લીધે ધંધો-વેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.
વાલીઓ દ્વારા માગ કરવામાં આવી હતી કે ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફી માંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફી માફ કરવામાં આવે, કારણે કે કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયા છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ 30મી ઓગસ્ટ બાદ શાળા-કોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.