ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court: ગિરનાર પર્વત પર ગંદકીનો મુદ્દે સરકારે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો - ગિરનાર પર્વત પર ગંદકી

ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે સરકાર દ્વારા આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારે આ રિપોર્ટમાં ગંદકી વસૂલવામાં આવેલો દંડ તેમજ જે પણ પગલાં લેવામાં આવે છે તેની હાઇકોર્ટને વિગતો આપી હતી.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 3, 2023, 10:46 PM IST

અમદાવાદ: જૂનાગઢમાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર ગંદકીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. તે મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારે ગિરનાર ઉપર દૂર કરવા માટે જે પણ પગલાં લીધા છે તે મહત્વની વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી.

44 ટન જેટલા કચરાનો નિકાલ:સરકાર દ્વારા આજે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મહત્વની વિગતો સામે આવી છે. ગિરનાર પર્વત ઉપરથી અત્યાર સુધીમાં કુલ 44 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની પાણીની બોટલ સિવાય તમામ પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

41,500 જેટલો દંડ વસૂલ: ગિરનાર પર્વતના દર 100 પગથિયે એક માણસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સાથે જ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જનજાગૃતિ ફેલાઈ તે માટે 50 જેટલા સાઈનબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ગિરનાર પર્વત ઉપર ગંદકી કરનાર જેટલા લોકો પણ દ્વારા કચરો ફેલાવવામાં આવ્યો છે તેમાંથી અત્યાર સુધીમાં 41,500 જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં કામગીરી કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે.

શું છે સમગ્ર મામલો:ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર તેમજ દત્તાત્રેય મંદિરની આસપાસ પ્રવર્તમાન ગંદકીના કારણે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓના આરોગ્યને જોખમ ઊભું થઈ રહી છે તેવી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગિરનાર પર્વતના મંદિરોની આસપાસ જે ગંદકીમાં ફેલાવો થઈ રહ્યો છે. તેમાં હજુ સુધી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ સમગ્ર મુદ્દે વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવે અને તપાસ કરવામાં આવે.

પર્યાવરણને તેમજ પ્રવાસીઓને નુકસાન:જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત ઉપર જે ગંદકી ફેલાયેલી છે અને તેના લીધે પર્યાવરણને તેમજ પ્રવાસીઓને નુકસાન પહોંચી રહ્યું છે તેવા આક્ષેપ સાથે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રજૂઆતને ધ્યાનમાં રાખતા જુનાગઢ જિલ્લા કલેકટર અને ચીફ કન્ઝવર્ટર ઓફ ફોરેસ્ટ અને જુનાગઢ કોર્પોરેશનને આ સમગ્ર મામલે તપાસ કરીને જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

  1. Gujarat High Court Issues Notice : ગિરનાર પર્વતને લઇને ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ કોર્પોરેશનને પાઠવી નોટિસ
  2. High Court: ગિરનાર પર્વત પર ગંદકી મામલે HCએ જૂનાગઢ કલેક્ટર અને કૉર્પોરેશનને જોઈન્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો આદેશ

ABOUT THE AUTHOR

...view details