અમદાવાદ :હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે તમામ નાગરિકો શા માટે આરોગ્યનું નિદાન ના કરાવી શકે, જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે એસીમટોમેટિક વ્યક્તિનું કોરોના ટેસ્ટિંગથી મૂંઝવણ ઉભી થઈ શકે છે. જોકે ત્યાર પછી રાજ્ય સરકારે RT-PCR ટેસ્ટની વિશ્વસનીયતા પર રજુઆત કરી હતી.
સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી નોટમાં જણાવવામાં આવ્યું હતું કે બધા જ એસીમટોમેટિક (લક્ષણ વગરના) વ્યક્તિઓ કોરોના ટેસ્ટિંગની પરવાનગી આપી શકાય નહિ. ICMRની ગાઈડલાઈન પ્રમાણે એસીમટોમેટિક વ્યક્તિનું કોરોના ટેસ્ટિંગની જરૂર નથી. જ્યારે RT-PCR ટેસ્ટની વિશ્વસનીયતા 70 ટકા છે.અને જો નેગેટિવ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે અને પોઝિટિવ વ્યક્તિને કોરોના રિપોર્ટ નેગેટીવ આવે તો ભય અને અસલામતીનો મહાલ સર્જાઈ શકે છે.અને જેને લીધે બિનજરૂરી સારવારનો બોજ પણ વધી જશે.
સરકારે હાઇકોર્ટમાં કહ્યું: કોરોના લક્ષણવગરના દર્દીઓને ટેસ્ટિંગની જરૂર નથી - શુક્રવારે હાઇકોર્ટમાં સરકારે નાગરિકોના મૂળભૂત અધિકાર અંગે જવાબ રજૂ કર્યો
કોરોના મહામારી દરમિયાન ટેસ્ટિંગ નાગરિકોનો મૂળભૂત અધિકાર મુદ્દે શુક્રવારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે માત્ર શંકા દૂર કરવા માટે તેઓ એસીમટોમેટિક વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવાની પરવાનગી આપશે નહિ, કારણ કે તેનાથી લોકોમાં અસલામતી ફેલાશે અને બિન-જરૂરી સારવારનો બોજ પણ વધશે.
અગાઉ સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે એસીમટોમેટિક વ્યક્તિઓના કોરોના ટેસ્ટથી વધુ કોરોના પોઝિટિવ આવશે તો લોકોના મનમાં ભય અને ડરનો માહોલ સર્જાશે. ડો. તેજસ પટેલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ટિમ દ્વારા રજૂ કરવામાં આવેલી રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે ICMRની ગાઈડલાઈન પ્રમાણે એસીમટોમેટિક વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જોકે અમદાવાદ મેડિકલ એસોસિએશન સહિત કેટલીક મેડિકલ સંસ્થાઓ વધુ ટેસ્ટિંગનો આગ્રહ સરકાર પાસે કરી રહી છે.
આ મુદ્દે મુખ્ય સરકારી વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સિમટોમેટીક દર્દીઓના વધુ ટેસ્ટિંગના સંદર્ભમાં આ ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે તેઓ દરરોજ 7,000 થી 8,000 ટેસ્ટિંગ કરી રહ્યા છે અને કોઈપણ વ્યક્તિને ટેસ્ટિંગ માટે ના પાડવામાં આવતી નથી.