ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરના તળેટીમાં પ્રવાસનના આયોજન મુદ્દે સરકાર અહેવાલ રજુ કરે: હાઈકોર્ટ - gujarat

અમદાવાદ: ગીર તળેટી વિસ્તારમાં સિંહ દર્શનની પ્રવૃત્તી દ્વારા ટુરીઝમ વિકસાવવા માટે થઇ રહેલા પ્રયાસોને પડકારતી રિટમાં ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે સરકાર પ્રવાસનનું આયોજન કઈ રીતે કરશે અને સિંહોને નુકસાન ન થાય તેના માટે શું પગલા લેવામાં આવ્યા છે એની રિપોર્ટ રજુ કરવાનો સરકારને આદેશ કર્યો હતો.

ફાઇલ ફોટો

By

Published : May 2, 2019, 5:41 AM IST

હાઈકોર્ટે સરકારનું પ્લાનિંગ શું છે તે માંટે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જો પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે તો સિંહોના કુદરતી નિવાસમાં ખલેલ પડશે કે કેમ? ગીરની તળેટી વિસ્તારામાં સાધુઓ દ્વારા બનાવવામાં આવેલા આશ્રમોમાં રહેણાંકની વ્યવસ્થાઓ ગોઠવાઇ ગઇ છે એ બાબતે સરકાર પોતાનું વલણ સપષ્ટ કરે.

સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જૂનાગઢમાં 800 સિંહ છે અને તેઓ ક્યારેક તો જૂનાગઢની સરહદમાં પણ પ્રવેશે છે. આ તબક્કે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તે તમારું મીસમેનેજમેન્ટ છે. જેમને સિંહ દર્શન કરવા હોય તેઓ ધારી, આંબરડી, પાલીતાણા જઇ શકે છે.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો સરકાર સફારી પાર્ક શરૂ કરવા ઇચ્છે છે તો પછી નેશનલ બોર્ડમાંથી મંજુરી મેળવી પડશે. સરકારે વધુમાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હાલ પણ અનેક વાહનો આ વિસ્તારમાંથી પસાર થાય છે. જોકે કોર્ટે તે બાબતે પણ ટકોર કરી હતી કે, સિંહોના કુદરતી રહેણાંકના આ વિસ્તારમાં વાહનોની અવર જવર પર રોક લગાવો જોઇએ.

ABOUT THE AUTHOR

...view details