ગુજરાત

gujarat

ETV Bharat / state

Government MoU: રાજ્યમાં 11 હજાર જેટલી રોજગારીની તકો થશે ઊભી, એક જ દિવસમાં 9852 કરોડના MoU - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફૉર આસિસ્ટન્સ ટૂ ઈન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે એક જ દિવસમાં 9,852 કરોડ રૂપિયાના MoU સંપન્ન થયા હતા.

Government MoU: રાજ્યમાં 11 હજાર જેટલી રોજગારીની તકો થશે ઊભી, એક જ દિવસમાં 9852 કરોડના MoU
Government MoU: રાજ્યમાં 11 હજાર જેટલી રોજગારીની તકો થશે ઊભી, એક જ દિવસમાં 9852 કરોડના MoU

By

Published : Feb 20, 2023, 10:23 PM IST

અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કૉલને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં 9,852 કરોડ રૂપિયાના MoU સંપન્ન થયા હતા. આના કારણે રાજ્યમાં આ ઉદ્યોગોથી 11,000 જેટલી સૂચિત રોજગારીની તકો ઊભી થશે.

આ પણ વાંચોઃSujalam Suflam Yojna 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વહેલી શરુ કરાવી સુજલામ સુફલામ યોજના, મુદત વધારી માટીનો ભાવ પણ વધાર્યો

એક જ દિવસમાં 18 MoU: મુુખ્યપ્રધાનના માર્ગદર્શનમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટૂ ઈન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-2022માં જાહેર કરી હતી. તે અંતર્ગત રાજ્યમાં જુદાજુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 18 જેટલા MoU આજે (સોમવારે) એક જ દિવસમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સંપન્ન કરાયા છે. હવે રાજ્યમાં 9,852 કરોડ રૂપિયાનું સંભવિત રોકાણ તેમ જ 10,851 રોજગારીની તક ઊભી થશે. આમાંથી 5,733 કરોડ રૂપિયાના MoU વિદેશી રોકાણકારોની સહભાગીતાથી થયા છે.

સુરત ભરૂચને જલસાઃ તદ્અનુસાર, સુરતના પલસાણા તાલુકાના ઝોલવા ગામે 2,533 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે ગાર્ડન સિલ્ક મિલ્સ પ્રા. લિમિટેડ દ્વારા સંપૂર્ણ દોરેલા યાર્ન, ડ્રો ટેક્સ્ચ્યૂરાઈઝ્ડ યાર્ન, પોલિસ્ટર ચિપ્સ/પીઈટી ચિપ્સના ઉત્પાદન માટેના પ્લાન્ટથી 1,450 લોકોને સૂચિત રોજગારીની તક મળશે. તો ભરૂચ જિલ્લા દહેજ ખાતે એશિયન પેઇન્ટ્સ 2,100 કરોડ રૂપિયાના મૂડીરોકાણથી VMVના ઉત્પાદનના પ્લાન્ટ શરૂ કરશે. તેના દ્વારા 350 લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

વિવિધ ક્ષેત્રમાં થયા MoU:આ ઉ૫રાંત મેનકાઈન્ડ લાઈફ સાઈન્સ પ્રા. લિમિટેડ વડોદરા ખાતે 1,100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને તેનાથી 1,000 જેટલી સૂચિત રોજગારીનું સર્જન થશે. તો ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં થયેલા આ બહુવિધ MoU અંતર્ગત મેન્યૂફેકચરિંગ, કેમિકલ્સ એન્ડ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યૂટિકલ્સ અને ફાર્મ ઈક્વીપમેન્ટ, હાઈડ્રોજન, ઇલેક્ટ્રીક ઓટોરિક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ રોકાણકારો અને રાજ્ય સરકારે MoU કર્યા હતા.

CMએ બતાવી પ્રતિબદ્ધતાઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ્સ ફૉર આસિસ્ટન્સ ટૂ ઈન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જિન અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા જેટલો ફાળો ધરાવતા ગુજરાતની આ યોજના રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ સહિત ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ પણ વાંચોઃGandhinagar News : CMની સૂચનાનું પાલન કરતી GMC, તમામ ઓફિસમાં વીજ બચાવો સર્ક્યુલર કરાયો જાહેર

વિવિધ રોકાણકારોએ કર્યું રોકાણઃઆ 18 જેટલા MoU રાજ્ય સરકાર સાથે વિવિધ ઉદ્યોગ જૂથોએ-રોકાણકારોએ કર્યા છે. તેના પરિણામે વડોદરામાં 3, અમદાવાદના ભાયલામાં 2, સાણંદમાં 2, ભરૂચના દહેજ, સાઈખા અને પાલેજમાં કુલ મળીને 4, સુરતના પલસાણા અને સચિનમાં કુલ 2, કચ્છમાં 1 અને સાબરકાંઠાના હિંમતનગરમાં 2 ઉદ્યોગો આગામી 2025 સુધીમાં તેમનું ઉત્પાદન કાર્ય શરૂ કરશે. આ રોકાણોથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સુદ્રઢ થશે. એટલું જ નહીં, દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને સામૂહિક રીતે આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની તક મળશે.

ABOUT THE AUTHOR

...view details